GSTV

હવેે ATMના ધરમ ધક્કા ખાવાની જરૂર નથી, ઘરે બેઠા જ આ રીતે ખબર પડી જશે ATMમાં કૅશ છે કે નહી

thing to check in atm

આજના ડિજિટલ યુગમાં લોકોએ મોટાભાગે પોતાની પાસે રૂપિયા રાખવાનું બંધ કરી દીધું છે. આજ કારણે તેમણે રૂપિયા ઉપાડવા માટે એટીએમ પર આધારિત રહેવું પડે છે. એટીએમમાંથી કેશ ઉપાડવા માટે ઘણીવાર લાંબી લાઇનોમાં ઉભા રહેવાનો વારો પણ આવે છે. તો ઘણીવાર એવું પણ બને કે એટીએમમાં કેશ ન હોવાના કારણે એટીએમ સુધી ધરમ ધક્કો ખાવો પડે છે.

આ રીતે ચેક કરો ATMમાં રૂપિયા છે કે નહી

આ અસુવિધાને દૂર કરવા માટે Union Bankએ પોતાના ગ્રાહકોની મદદ માટે UMobile નામની એક મોબાઇલ એપ લૉન્ચ કરી છે. તેનાથી ગ્રાહકોને પહેલાં જ ખબર પડી જશે કે ATMમાં કેશ છે કે નહી. આ કામ માટે બેન્કે જિયો સર્વેની વ્યવસ્થા કરી છે. તેની મદદથી મોબાઇલ એપમાં જોઇ શકાશે કે બેન્કના કયા ATMમાં કેશ છે અને કયા ખાલી છે. જે ATMમાં રૂપિયા હશે તેના પર ગ્રીન કલરનું નિશાન હશે અને જે ખાલી ATM હશે તેના પર લાલ કલરનું નિશાન હશે.

10KM સુધીના ATMની મળશે જાણકારી

યુનિયન બેન્કના દેશભરમાં આશરે 7 હજાર ATM છે. યુનિયન બેન્કની આ એપની ખાસિયત એ છે કે તે 3 અલગ અલગ અંતર (0-3km, 3-5 km, 5-10km)માં રહેલા ATMને ચિન્હિત કરશે. યુનિયન બેન્ક ઑફ ઇન્ડિયાની આ એપને તમે Google Play Store પરથી ડાઉનલોડ કરી શકો છો. બેન્કની વેબસાઇટ પર પણ એપની લિંક મળશે.

Read Also

Related posts

આંતરરાજ્ય ઘરફોડ અને વાહનચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી પાડી, 7 શખ્સોની પૂછપરછ દરમ્યાન થયા ચોંકાવનારા ખુુલાસા

pratik shah

પી.કે. ની ખોટ પૂરવા નીતિશે છ મહારથીને ઉતાર્યા, આ વ્યૂહકારો ઘડી રહ્યાં છે ચૂંટણીના જ્ઞાતિ સમીકરણો

Karan

કમલનાથને મંગળ ફરશે: મંગળવારે જાહેરાત, મંગળવારે મતદાન અને મંગળવારે પરિણામ, બધુ જ મંગળ કરી દેશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!