ફ્રીમાં બનાવો આ કાર્ડ, મળશે 2 લાખનું ઈન્શ્યોરન્સ, જાણો ખાસિયત

તમારું રૂપે (RuPay) કાર્ડ ફક્ત એટીએમ મશીનમાંથી પૈસા કાઢવા માટે નથી, પંરતુ તેના પર સરકાર તરફથી મફ્તમાં 2 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ પણ મળે છે. ભારતમાં વિકસિત કરાયેલુ આ રૂપે કાર્ડ પર 2 લાખ રૂપિયાનુ ફ્રી એક્સીડેન્ટલ ઈન્શ્યોરન્સ મળે છે. બેંક એકાઉન્ટ ખોલાવવાથી આ કાર્ડ તમને ફ્રીમાં મળે છે.

રૂપે કાર્ડ ધારકનું અકસ્માતમાં મૃત્યુ થવાથી અથવા વિકલાંગ થવાથી એક્સીડેન્ટલ ઈન્શ્યોરન્સ આપવામાં આવે છે. આ પૉલિસી હેઠળ રૂપે ક્લાસિક કાર્ડ હોલ્ડર્સ 1 લાખ રૂપિયાના ઈન્શ્યોરન્સ કવરનો હકદાર છે, જ્યારે પ્લેટિનમ કાર્ડ હોલ્ડર્સને 2 લાખ રૂપિયાનું ઈન્શ્યોરન્સ કવર મળે છે.

આ એક્સીડેન્ટલ ઈન્શ્યોરન્સ છે. એટલેકે જો અકસ્માતના કારણે તેનુ મોત થાય છે અથવા તેના શરીરના અવયવો કામ કરી રહ્યા નથી તો તેમને 1 થી 2 લાખ રૂપિયા મળી જશે. નૉર્મલ ડેથની સ્થિતિમાં આ પૉલિસીનો લાભ મળશે નહીં. રૂપે કાર્ડ 15 પ્રકારના કાર્ડ જાહેર કરે છે, જેમાં ત્રણ ક્રેબિટ કાર્ડ, છ ડેબિટ કાર્ડ, એક ગ્લોબલ કાર્ડ, ચાર પ્રિપેડ કાર્ડ અને એક કોન્ટેક્ટલેસ કાર્ડ સામેલ છે.

અરજી કરવા માટે રૂપેની વેબસાઈટ પર જાઓ અને અરજી ફોર્મમાં પોતાની અંગત માહિતી ભરો. તમે ક્યા પ્રકારનુ રૂપે કાર્ડ ઈચ્છો છો અને કઈ બેંકમાંથી ઈચ્છો છો તેની પસંદગી કરો. જોકે, તેના માટે તમારી પાસે આ બેંકમાં એક બચત ખાતુ હોવુ જોઈએ. પછી ‘સબમિટ કરો’ પર ક્લિક કરો, ત્યારબાદ તમે રૂપે કાર્ડ માટે અરજી કરી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter