એક જ સોદાથી ગુજરાતને સીધા 7000 કરોડનો ચૂનો લાગશે, ફાવી જનાર ફાવી ગયાં

અમદાવાદ એનસીએલટીએ એસ્સાર કેસની સુનાવણીમાં સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડના રજૂ કરાયેલ વૈકલ્પિક પ્લાનને ધ્યાને રાખવા સૂચન કર્યું છે. ચાર્ટર્ડે કહ્યું કે અમારા જેવા ઓપરેશનલ ક્રેડિટર્સને પણ રીઝોલ્યુશન પ્લાન હેઠળ ધ્યાનમાં લેવામાં આવે. જો એસ્સારના બાકી લેણાની પતાવટના નાદારી કોર્ટના આદેશમાં ઓપરેશન ક્રેડિટર્સને ધ્યાને નહિ લેવાય અને તેમના હિતોનું રક્ષણ નહિ થાય તો સંપૂર્ણ આશંકા છે કે આ લેણદારોમાંથી અમુક કંપનીઓ આગામી સમયમાં નાદાર થઈને કોર્ટમાં કેસ લડતી જોવા મળે.

એસ્સારના 28 ઓપરેશનલ ક્રેડિટર્સે સુપ્રિમ કોર્ટમાં કરેલ અરજીને ધ્યાને લઈને અમદાવાદ બેચે આર્સેલર મિત્તલને ઓપરેશન ક્રેડિટર્સના હિતનું ધ્યાન રાખવા જણાવ્યું છે. રૂ. 1 કરોડથી વધુના બાકી લેણા ધરાવતા પક્ષકારોને પણ રીઝોલ્યુશન પ્લાન હેઠળ સમાવી લેવામાં આવે કે જેથી ઈન્સોલવન્સી એન્ડ બેંકરપ્સી કોડના સેકશન 30(2) અંતર્ગત જણાવેલ બધા જ લેણદારોનું હિત જળાવાઈ જાય. અમદાવાદ કોર્ટે આર્સેલર મિત્તલને ઓપરેશનલ લેણદારોને રીઝોલ્યુશન પ્લાનના 15% રકમ ફાળવવા સલાહ આપી હતી. જો આ ઓપરેશનલ ક્રેડિટર્સની યાદી પર નજર કરીએ તો ગુજરાત સરકાર કે સરકારની માલિકીની કંપનીઓએ એસ્સાર પાસેથી 8242 કરોડ લેવાના બાકી નીકળે છે.

લેણદારો / બાકી નીકળતી રકમ

  • દક્ષિણ ગુજરાત વિજ કંપની / 6802 કરોડ
  • ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન(GETCO‌) / 896 કરોડ
  • સેલ્સ ટેક્સ / 544 કરોડ
  • કુલ રકમ / 8442 કરોડ

ગુજરાત સરકારે પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે એસ્સાર સ્ટીલ પાસેથી રૂ. 8242 કરોડની જંગી રકમ લેવાની બાકી નીકળે છે. જો 15%ના બેચના પ્રસ્તાવને જોઈએ તો સરકારને માત્ર 1236 કરોડ રૂપિયાની વસૂલાત થઈ શકે છે. જોકે હાલના પ્લાન અંતર્ગત દરેક ઓપરેશન લેણદારોને માત્ર 1 રૂપિયો, હા 1 જ રૂપિયો આપવામાં આવશે. 8242 કરોડની બાકી લેણી રકમની સામે એસ્સાર માટેના આર્સેલર મિત્તલના રજૂ કરેલ પ્લાનથી 7006 કરોડનો ચૂનો લાગશે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter