GSTV
Home » News » કોર્પોરેટ ટેકસમાં ઘટાડાથી ટોચની લિસ્ટેડ કંપનીઓના સંયુકત નેટ પ્રોફિટમાં 13.20 ટકાની જોવાતી વૃદ્ધિ

કોર્પોરેટ ટેકસમાં ઘટાડાથી ટોચની લિસ્ટેડ કંપનીઓના સંયુકત નેટ પ્રોફિટમાં 13.20 ટકાની જોવાતી વૃદ્ધિ

કોર્પોરેટ ટેકસમાં ઘટાડાથી ભારતની ટોચની લિસ્ટેડ કંપનીઓના સંયુકત નેટ પ્રોફિટ અને અર્નિંગ્સમાં ૧૩.૨૦ ટકાની વૃદ્ધિ જોવા મળી રહી છે. નાણાં વર્ષ ૨૦૧૯માં આ કંપનીઓની નાણાંકીય કામગીરીને આધારે આ વિશ્લેષણ કરાયું છે. નવી વેરા પદ્ધતિ હેઠળ આ કંપનીઓની વેરા જવાબદારી તેમની નાણાં વર્ષ ૨૦૧૯ની આવકની સરખામણીએ રૂપિયા ૪૫૦૦૦ કરોડ ઘટી જાય છે. 

બીએસઈ ૫૦૦, બીએસઈ મિડકેપ તથા સ્મોલ કેપ્સ ઈન્ડેકસમાં સામેલ એવી ૪૯૦ કંપનીઓ જેમનો અસરકારક વેરા દર ગયા નાણાં વર્ષમાં ૨૫.૨૦  ટકાથી વધુ રહ્યો હતો તેમની માટે આ સંયુકત બચત જોવા મળી રહી છે એમ એક વિશ્લેષકે જણાવ્યું હતું.વેરા દરમાં કપાતને કારણે, નિફટી૫૦ ઈન્ડેકસ કંપનીઓના સંયુકત નેટ પ્રોફિટ અથવા શેર દીઠ કમાણીમાં ૧૨.૬૦ ટકા અથવા રૂપિયા ૨૬૦૦૦ કરોડનો વધારો જોવા મળી રહ્યો છે. આ ગણતરી કંપનીઓની નાણાં વર્ષ ૨૦૧૯ની કામગીરીને આધારે આંકવામાં આવી છે.

નાણાં વર્ષ ૨૦૧૯માં નિફટી૫૦ કંપનીઓનો સંયુકત નેટ પ્રોફિટ રૂપિયા ૩.૫૬ ટ્રિલિયન રહ્યો હતો. નાણાં વર્ષ ૨૦૧૯માં આ કંપનીઓએ તેમના વેરા પૂર્વેના નફા પર ૩૦.૩૦ ટકા આસપાસ કોર્પોરેટ ઈન્કમ ટેકસ ભર્યો હતો. બીએસઈ ૫૦૦, બીએસઈ મિડકેપ તથા સ્મોલ કેપ્સ ઈન્ડેકસમાં સામેલ એવી ૪૯૦ કંપનીઓએ વેરા પૂર્વે રૂપિયા ૧.૭૫ ટ્રિલિયનવો કોર્પોરેટ ટેકસ ભર્યો હતો. રૂપિયા ૫.૧૬ ટ્રિલિયનની વેરા પૂર્વેની આવક પર આ ટેકસ ભરાયો હતો. 

હવે ઉપર જણાવેલ સેમ્પલમાંની  દરેક કંપનીઓ  જો ૨૫.૧૭ ટકાના નવા દરે ટેકસ ભરશે તો તેમની નાણાં વર્ષ ૨૦૧૯ની કમાણી પર  વેરા જવાબદારીમાં રૂપિયા ૪૪૮૨૮ કરોડની બચત જોવા મળી રહી છે.  આમાંથી રૂપિયા ૨૮૫૦૦ કરોડ નોન-ફાઈનાન્સ કંપનીઓ જ્યારે બાકીનો લાભ બેન્કો તથા એનબીએફસીને જોવાઈ રહ્યો છે. આમ નવા વેરા દરમાં કંપનીઓના હાથમાં નોંધપાત્ર રકમ બચવાની સ્થિતિ જોવા મળી રહી છે.

READ ALSO

Related posts

ધનતેરસ 2019: આ છે ધન રાખવાનું સાચુ સ્થાન, અહીં મુકશો તો તિજોરી ક્યારેય ખાલી નહી થાય

Bansari

ધનતેરસ પર ખાસ ખરીદો આ વસ્તુઓ, ખુલી જશે બંધ કિસ્મતના દ્વાર

Bansari

સાસુ સાથે લીવ ઈન રિલેશનશિપમાં રહેતા જમાઈએ રાતે સાસુની કરી નાખી આવી હાલત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!