GSTV

કાંકરિયા જતા પહેલાં વાંચી લો આ નવો નિયમ નહીં તો પડશે ધરમધક્કો, મોર્નિંગ વોકર્સ સહીત 270 લોકોને એન્ટ્રી જ ન અપાઇ

Last Updated on September 23, 2021 by Dhruv Brahmbhatt

20 સપ્ટેમ્બરથી અમદાવાદ શહેરમાં નો વેકિસન, નો એન્ટ્રીનો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. આ નિયમના કડક અમલની વચ્ચે શહેરના કાંકરિયા લેકફ્રન્ટ પરિસરમાં બે દિવસમાં 40 મોર્નિંગ વોકર્સ સહીત કુલ ૨૭૦ મુલાકાતીઓ કોરોના વેકિસન લીધા વગરના ધ્યાન ઉપર આવતા તેમને પરિસરમાં એન્ટ્રી જ આપવામાં આવી ન હોતી. AMTS ના વેક્સિનેશન પોઈન્ટો ઉપર 6 દિવસમાં  કુલ મળીને ૧૪,૫૪૦ થી વધુ મુસાફરોને કોરોના વેકિસન આપવામાં આવી છે. કાંકરીયાના ઝૂની ટિકીટ વિન્ડો ઉપર પણ કોરોના વેકિસનને લઈ કડક તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળે છે.

kankaria-lake-news

કોરોના વેકિસન વગરના મુલાકાતીઓને પ્રવેશ આપવામાં ન આવ્યો

આ અંગે મળતી માહીતી મુજબ, અમદાવાદમાં સોમવારથી કોરોના વેકિસન વગરના મુલાકાતીઓને મ્યુનિ. હસ્તકના બિલ્ડીંગો તેમજ જાહેર સ્થળોએ પ્રવેશ ના આપવાના નિર્ણય બાદ કાંકરીયા લેકફ્રન્ટ પરિસરમાં મંગળવારે ૧૫૦ તેમજ આજે બુધવારે ૧૨૦ મુલાકાતીઓ કોરોના વેકિસન વગરના ધ્યાન ઉપર આવતા તેમને પ્રવેશ આપવામાં આવ્યો ન હોતો. આ મુલાકાતીઓ બહેરામપુરા,દાણીલીમડા સહીતના અન્ય વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે.

ઝૂ સુપ્રિટેન્ડન્ટ ડોકટર આર.કે.શાહૂની મળેલી પ્રતિક્રીયા મુજબ, સોમવારે ઝૂ અઠવાડીક રજાના કારણે બંધ હતું.મંગળવારે સતત વરસાદને કારણે ૩૨૦૦ જેટલા મુલાકાતીઓ આવ્યા હતા.ઝૂમાં ટિકીટ વિન્ડો ઉપર જ સુચના આપી દેવામાં આવી છે કે,ટિકીટ આપતા પહેલા  વેકિસન લેવા પાત્ર વયસ્કો પાસેથી તેમણે વેકિસન લીધી હોવા અંગેનું સર્ટિફિકેટ ખાસ માંગવું.જો તે તેમ કરવામાં નિષ્ફળ રહે તો એન્ટ્રી આપવી નહીં. કાંકરીયા લેકફ્રન્ટ પરિસરમાં સવારના સમયે મોર્નિંગ વોક માટે આવનારા મુલાકાતીઓની પણ વેકિસનને લઈ તપાસ કરાય છે. બે દિવસમાં કુલ મળીને ૪૦ જેટલા મોર્નિંગ વોકર્સે વેકિસન લીધી ના હોવાનું ધ્યાન ઉપર આવતા તમામને પરત મોકલવામાં આવ્યા હતાં.

vaccine

અમદાવાદના  તેર જેટલા એ.એમ.ટી.એસ.ના ટર્મિનસ ઉપર બસમાં મુસાફરી કરવા પહોંચતા લોકોની તપાસ કરી જેમણે વેકિસન લીધી ના હોય એમને કોરોના વેકિસન આપવામાં આવી રહી છે.એ.એમ.ટી.એસ. દ્વારા ૧૭ સપ્ટેમ્બરથી ૨૨ સપ્ટેમ્બર સાંજે છ સુધીમાં કુલ મળીને ૧૪૫૪૦ મુસાફરોને કોરોના વેકિસન અપાઈ છે.જેમાં ૧૭ સપ્ટેમ્બરે ૨૧૮૮ મુસાફરોને,૧૮ સપ્ટેમ્બરે ૨૧૦૯ મુસાફરોને, ૧૯ સપ્ટેમ્બરે ૧૯૦૩ મુસાફરોને, ૨૦ સપ્ટેમ્બરે ૨૮૭૬ મુસાફરોને, ૨૧ સપ્ટેમ્બરે ૨૮૭૯ મુસાફરોને, તથા ૨૨ સપ્ટેમ્બરે સાંજે છ સુધીમાં ૨૫૮૫ મુસાફરોને કોરોના વેકિસન આપવામાં આવી હતી.

શહેરના ૨૮ મોલમાં ૫૧૧ લોકો વેકિસન વગરના ઝડપાયા

મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગની ટીમે મંગળવારે શહેરના સાત ઝોનમાં આવેલા ૨૮ જેટલા મોલમાં કુલ ૩૭૭૬ મુલાકાતીઓની કોરોના વેકિસનને લઈ તપાસ કરી હતી.જે પૈકી ૩૫૪ લોકો વેકિસન વગરના ઝડપાયા હતા.આ પૈકી ૫૩ લોકોને સ્થળ ઉપર જ કોરોના રસી આપવામાં આવી હતી.બુધવારે વધુ ૨૮ મોલમાં ૨૩૨૨ મુલાકાતીઓની તપાસ કરાઈ હતી.જે પૈકી ૧૫૭ મુલાકાતી વેકિસન વગરના મળતા ૪૯ લોકોને વેકિસન આપવામાં આવી હતી.આમ બે દિવસમાં વિવિધ મોલમાંથી ૫૧૧ મુલાકાતીઓ વેકિસન લીધા વગરના મળી આવ્યા હતા.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!