GSTV
Home » News » કીર્તિસિંહ ઝાલાને પગલે જીવાભાઈ બાદ આશાબેને છોડ્યો હાથનો સાથ, ચાવડાના છે ખાસ

કીર્તિસિંહ ઝાલાને પગલે જીવાભાઈ બાદ આશાબેને છોડ્યો હાથનો સાથ, ચાવડાના છે ખાસ

આશા પટેલના રાજીનામાને કારણે પાટીદારોનું સંપૂર્ણ વર્ચસ્વ ધરાવતી મહેસાણા બેઠક ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કોંગ્રેસના જૂથવાદ અને જ્ઞાતિ-જાતિના સમીકરણોને ધ્યાને રાખીને ભાજપ અહીં કોંગ્રેસની વધુ કેટલીક વિકેટો પાડી શકે છે. બીજી તરફ ભાજપ કે કોંગ્રેસ એમ બંનેમાંથી એક પણ પક્ષ પાટીદાર સમાજની અવગણના ન કરે તે માટે એસપીજી પણ હવે મેદાનમાં આવ્યું છે.

મહેસાણામાં કોંગ્રેસના કકળાટને કારણે જીવાભાઇ પટેલ અને આશા પટેલે પક્ષ સાથે છેડો ફાડ્યો. આશા પટેલે કીર્તિસિંહની ફરિયાદ કરી હતી અને જીવાભાઇ પટેલ પણ મહેસાણાના સ્થાનિક માળખાથી નારાજ હતા. કીર્તિસિંહ બે વખત મહેસાણા જિલ્લાના પ્રમુખ રહી ચુક્યા છે. એ સમયે પણ કાર્યકરોમાં નારાજગી હતી. પરંતુ પ્રદેશ નેતાગીરીએ ફરિયાદો પર ધ્યાન ન આપ્યું. અને આખરે કોંગ્રેસે આશા પટેલ જેવા ધારાસભ્ય ગુમાવવાનો વારો આવ્યો છે.

બીજી તરફ એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ પણ સમગ્ર મુદ્દે મેદાનમાં આવ્યા છે. લાલજી પટેલે જણાવ્યું કે પાટીદાર સમાજની અવગણના કોઇ પાર્ટી નહીં કરી શકે. જોકે પાટીદાર નેતાઓને ટેકો આપવા તેમણે ભાજપ-કોંગ્રેસ બંનેને સાથ આપવાની જાહેરાત કરી છે. 1984ની ચૂંટણીમાં ભાજપ સમગ્ર દેશમાંથી ફક્ત 2 બેઠક જ જીતી શકી હતી. જેમાંની એક બેઠક મહેસાણાની હતી. આથી ભાજપ માટે મહેસાણાની બેઠક ખૂબ જ મહત્વની છે.

જ્ઞાતિવાદ આધારિત રાજકારણ અને કોંગ્રેસના જૂથવાદનો લાભ લઇને ભાજપ હજુ પણ કોંગ્રેસની વિકેટો પાડશે એમ રાજકીય નિષ્ણાતોનું માનવું છે. આશા પટેલના રાજીનામાં બાદ કોંગ્રેસે ઉત્તર ગુજરાતના સ્થાનિક નેતાઓમાં પ્રવર્તી રહેલા અસંતોષને ઠારવો પડશે. નહીં તો મહેસાણાની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત કે નગરપાલિકાના સંગઠન લેવેલ પણ કોંગ્રેસમાં બળવો થાય તો નવાઇ નહીં.

Related posts

રાજ્યમાં દારૂબંધીની પોકળ વાતો, આ ગામમાં દારૂના વેચાણથી લોકો ત્રાહિમામ

Nilesh Jethva

રાજસ્થાનમાં ગહેલોતે જાળવ્યો દબદબો, સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને 961 અને ભાજપને 737 વોર્ડમાં મળી જીત

Mansi Patel

આ સિદ્ધી મેળવનાર દેશનું પહેલુ રાજ્ય હશે ગુજરાત, પાંચ મહિલા લઈ રહી છે ટ્રેનિંગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!