GSTV

જામનગર જિલ્લામાં મગફળીની ખરીદ પ્રકિયા પૂર્ણ થતા તંત્રએ રાહતનો દમ લીધો

Last Updated on February 5, 2020 by Mansi Patel

જામનગરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રકિયા પૂર્ણ જાહેર કરાઇ છે. કોઇપણ જાતના આક્ષેપ વિના જામનગર જિલ્લામાં મગફળીની ખરીદ પ્રકિયા પૂર્ણ થતા તંત્રએ રાહતનો દમ લીધો છે.

જામનગર જિલ્લાના કુલ 15 કેન્દ્રો પર ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રકિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં 58 હજારથી પણ વધુ ખેડૂતોએ પોતાની ટેકાના ભાવે મગફળી વહેંચવા માટે નોંધણી કરાવી હતી. જો કે અતિવૃષ્ટિ અને સતત કમોસમી વરસાદ તેમજ માવઠાની અસરના કારણે 33 હજારથી વધુ એટલે કે 61 % જેટલા ખેડૂતો જ પોતાની મગફળી ટેકાના ભાવે વેચી શક્યા છે.

જામનગર અને જોડિયા કેન્દ્રો પર બીજી વખત પણ ખેડૂતોને SMS ના માધ્યમથી જાણ કરતા કુલ 71 હજારથી પણ વધુ ખેડૂતોને એસએમએસ દ્વારા મગફળી વેચવા માટે જાણકારી આપવામાં આવી હતી.જેમાં તંત્રએ એસએમએસ દ્વારા જાણ કરવામાં આવેલા ખેડૂતોમાંથી કુલ 35 હજારથી પણ વધુ ખેડૂતો પોતાની મગફળી વેચવા માટે જુદા જુદા 15 ખરીદ કેન્દ્રો પર આવી પહોંચ્યા હતા.

નોંધનીય છે કે હાજર રહેલ 35,756 ખેડુતોમાંથી કુલ 33,788 ખેડુતો એટલે કે 94.50 % ની મગફળી ખરીદી કરવામા આવી છે. જયારે 5.50 % ખેડુતો ની મગફળી રિજેકટ કરવામાં આવી છે. જામનગર જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતો પાસેથી કુલ રુ.369 કરોડની મગફળી ખરીદાઇ છે.

જેમાંથી હાલ રૂ. 184 કરોડનું ચુકવણું ખેડૂતોને કરી દેવામાં આવ્યું છે અને બાકી રહેતું 50 ટકા એટલે કે 184 કરોડનું ચુકવણું પણ દસ દિવસની અંદર ખેડૂતોને કરી દેવામાં આવશે તેવું આશ્વાસન કલેકટર દ્વારા અપાયુ છે. તો જામનગર જિલ્લામાં ચાર ગોડાઉનમાં ખરીદ કરાયેલી મગફળી સલામત રીતે રાખવામાં આવી છે.

READ ALSO

Related posts

રોજગાર દિવસ / 6 ઓગસ્ટના રોજ આટલા આરોગ્ય કર્મીઓને સોંપવામાં આવશે નિમણૂંક પત્રો, ફરજ પરના સ્ટાફ નર્સને પણ નાયબ મુખ્યમંત્રી આપશે મોટી ભેટ

Zainul Ansari

Antique coins / 1 રૂપિયાના સિક્કા માટે મળશે 20 લાખ… શું તમારી પાસે આ 3 પ્રકારના સિક્કા છે?

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!