GSTV
Finance Trending

મ્યુચ્યુઅલ ફંડઃ 3 વર્ષમાં આપવામાં આવ્યું 40 ટકાનું શાનદાર વળતર, જાણો કેમ ખાસ છે આ

એવુ કહેવાય છે કે, પૈસા એક જગ્યાએ ના રાખવા જોઈએ. પછી ભલે તે ઘરમાં પૈસા સાચવવાના હોય કે રોકાણ કરવાના હોય. નિષ્ણાતો હંમેશા અલગ-અલગ સંપત્તિમાં રોકાણ કરવાની સલાહ આપે છે. સોનું, પ્રોપર્ટી, શેરબજાર વગેરે. એક જ જગ્યાએ પૂરા પૈસા નાખવાથી જો તે એસેટ ના ચાલ્યુ કે ડૂબી ગયું, તો રોકાણકારને ભારે નુકસાન થઈ શકે છે. તેથી રોકાણ કરતી વખતે રોકાણમાં ડાયવર્સીફાઈ રાખવુ ખૂબ જ જરૂરી છે.

ટેક્સ

આજે અમે તમને એવા જ એક મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે રોકાણકારના પૈસાને એક જગ્યાએ રાખવાને બદલે અલગ-અલગ જગ્યાએ રોકાણ કરે છે. આનાથી રોકાણકારોને ફાયદો થાય છે કેમકે, તેમના પૈસા ડૂબવાનું જોખમ ખૂબ જ ઓછુ થઈ જાય છે. આ મ્યુચ્યુઅલ ફંડનું નામ છે ICICI પ્રુડેન્શિયલ મલ્ટી-એસેટ ફંડ – ડાયરેક્ટ પ્લાન- ગ્રોથ (ICICI Prudential Multi-Asset Fund – Direct Plan-Growth).

13 હજાર કરોડની એસેટ અંડર મેનેજમેન્ટ

આ હાઇબ્રિડ મલ્ટી-એસેડ ફંડે 3 વર્ષમાં 40 ટકાથી વધુ વળતર આપ્યું છે. આ ફંડ 31 ઓક્ટોબર 2002ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. આ મધ્યમ કદના ઓપન એન્ડેડ ફંડે રૂ. 13,314.97 કરોડની સંપત્તિનું સંચાલન કર્યું છે. 12મી મેના રોજ તેની નેટ એસેટ વેલ્યુ 453.6187 હતી. ફંડનો એક્સપેન્સ રેશિયો 1.18 ટકા છે, જે સમાન શ્રેણીના અન્ય ફંડ્સ કરતાં થોડો વધારે છે.

ક્રિસિલે આપ્યા 4 સ્ટાર

રેટિંગ એજન્સી ક્રિસિલે(CRISIL) તેને 4 સ્ટાર આપ્યા છે. વેલ્યુ રિસર્ચ દ્વારા તેને 3 સ્ટાર આપવામાં આવ્યા છે. તેને રોકાણ માટે અત્યંત જોખમી ફંડ તરીકે વર્ણવવામાં આવ્યું છે. તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે ફંડ જેટલું જોખમી છે, તેટલું વધારે વળતર મળવાની સંભાવના છે.

રોકાણ

જો કોઈને આમાં એકમુશ્ત (Lump-Sum) રોકાણ કરવું છે, તો તેનો અર્થ એ કે, જો તમે એક જ વારમાં પૈસા મૂકવા માંગતા હો, તો ઓછામાં ઓછા 5 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે. પરંતુ જો તમે SIP કરવા માંગો છો તો તે માત્ર 100 રૂપિયાથી શરૂ થઈ શકે છે. આ ફંડમાં કોઈ લોક-ઈન પીરિયડ નથી. પરંતુ જો તમે 365 દિવસ પહેલા તમારા રોકાણના 30% ઉપાડો છો, તો તમારે 1% એક્ઝિટ લોડ ચૂકવવો પડશે.

ફંડમાં નિફ્ટીઆ ફંડમાં અલગ-અલગ ઈન્સ્ટ્રૂમેન્ટ છે, જેમકે નિફ્ટી 200 TRI (65), નિફ્ટી કમ્પોઝિટ ડેટ ઈન્ડેક્સ (25), અને લંડન ગોલ્ડ (10). ફંડ પાસે 67% ઇક્વિટી એક્સ્પોઝર છે, જેમાં લાર્જ-કેપ શેરોમાં 55.8%, મિડ-કેપ શેરોમાં 4.2% અને સ્મોલ-કેપ શેરોમાં 3.25% છે. ફંડનું 11.19% ડેટ(Debt)માં 11.19% રોકાણ છે, જેમાંથી 8.03% સરકારી સિક્યોરિટીઝમાં છે અને 3.16% ખૂબ ઓછા જોખમની સિક્યોરિટીઝમાં છે. ફંડનો ઇક્વિટી હિસ્સો મુખ્યત્વે ફાઇનાન્સ, પાવર, કોમ્યુનિકેશન, ઓટોમોબાઇલ અને હેલ્થકેર સેક્ટરમાં રોકાણ કરવામાં આવે છે.

આ રીતે ફંડે SIPમાં વળતર આપ્યું હતું

મુદતસંપૂર્ણ વળતરવાર્ષિક વળતર
1 વર્ષ5.71%10.79%
2 વર્ષ28.86%26.55%
3 વર્ષ40.89%23.60%
5 વર્ષ53.49%17.17%

READ ALSO:

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

બોલિવુડ/ અક્ષય કુમારની આ ફિલ્મ સામે કરણી સેનાનો વિરોધ, નિર્માતાઓ જોડે ફિલ્મના ટાઈટલ બદલવાની કરી માંગ

Binas Saiyed
GSTV