પોસ્ટ ઓફિસ ટપાલ અને કુરિયર સિવાય બેન્કિંગ સુવિધાઓ પણ આપે છે. પોસ્ટ ઓફિસ લોકોને સેવિંગ એકાઉન્ટ ખોલવાની સવલત પણ આપે છે. પોસ્ટ ઓફિસમાં બચત ખાતું ખોલવાની ખાસિયત એ છે કે, માત્ર 20 રૂપિયામાં બચત ખાતુ ખોલાવી શકાય છે. આ એકાઉન્ટમાં મિનીમમ 50 રૂપિયા બેલેન્સ જરૂરી છે. પોસ્ટ ઓફિસનું સેવિંગ એકાઉન્ટ પણ બેન્કનાં બચત ખાતા જેવું જ છે. પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટની સાથે ચેક બુક અને એટીએમની સુવિધા પણ મળે છે. આ ખાતામાં 4 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે.
બે પ્રકારનાં ખાતા ખોલાવી શકાય
પોસ્ટ ઓફિસમાં બે પ્રકારનાં સેવિંગ એકાઉન્ટ(બચત ખાતા) ખોલાવામાં આવે છે. એક ખાતુ માત્ર 20 રૂપિયામાં ખોલવામાં આવે છે. જેમાં પ્રથમ ધારક(એકાઉન્ટ હોલ્ડર)નાં નામથી એક લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવી શકાય છે. જ્યારે સયુંક્ત નામથી ખાતુ ખોલાવીએ તો 2 લાખ રૂપિયા સુધીની રાશી જમા થઈ શકે છે. જો કે આવા ખાતામાં ચેક બુક આપવામાં આવતી નથી. આ ખાતામાં ઓછા માં ઓછું 50 રૂપિયા ન્યુનતન બેલેન્સ રાખવું જરૂરી છે.
બીજા પ્રકારનું સેવિંગ એકાઉન્ટ ન્યુનતમ 500 રૂપિયાથી ખોલાવી શકાય છે. આ ખાતામાં ચેકબુક સહિત ATM સુવિધાનો લાભ પણ મળે છે. આ ખાતામાં ઓછામાં ઓછું 500 રૂપિયા બેલેન્સ જાળવવું ફરજીયાત છે.
દસ હજાર રૂપિયા સુધીનું વ્યાજ ટેક્સ ફ્રિ
પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટમાં મળતું 10 હજાર રૂપિયા સુધીનું વ્યાજ સંપુર્ણપણે કરમુક્ત છે. આ સેવિંગ એકાઉન્ટ દેશનાં કોઈ પણ પોસ્ટ ઓફિસમાં ટ્રાન્સફર કરાવી શકાય છે.
આવી રીતે ખોલાવી શકાય બચત ખાતું
પોસ્ટ ઓફિસમાં સેવિંગ એકાઉન્ટ ખોલવા માટે નિયત નમુનાનું અરજી પત્રક (ફોર્મ) ભરવું પડે છે. આ ફોર્મ પોસ્ટ ઓફિસમાં મળે છે. તે સિવાય પોસ્ટ વિભાગની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરાવી શકાય છે. સેવિંગ એકાઉન્ટ ખોલવાની સાથે KYC પ્રક્રિયા પણ પુરી કરવી પડે છે.
ખાતુ ખોલાવા માટે જરૂરી દસ્તાવેજો
ઓળખનાં પુરાવામાં ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રાશન કાર્ડ, પાસપોર્ટ, ડ્રાઈવિંગ લાયસન્સ વગેરે. રહેઠાણનાં પુરાવામાં બેન્ક પાસબુક, પાસપોર્ટ, રાશન કાર્ડ, લાઈટ બિલ, ટેલિફોન બીલ, આધાર કાર્ડ જરૂરી. આ સાથે તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો તેમજ જોઈન્ટ એકાઉન્ટ (સંયુક્ત ખાતા) માટે બન્ને ખાતા ધારકોનો સંયુક્ત ફોટો.
એકાઉન્ટની વિશેષતા
નોન ચેકની સુવિધા વાળા બચત ખાતામાં માત્ર વીસ રૂપિયામાં ખોલાવી શકાય છે. જેમાં ન્યુનતમ 50 રૂપિયા બેલેન્સ રાખવું જરૂરી છે. ચેક સુવિધા વાળું એકાઉન્ટ 500 રૂપિયાથી ખોલાવી શકાય. ત્યારબાદ આ ખાતામાં ન્યુનતમ 500 રૂપિયા બેલેન્સ રાખવું જરૂરી છે. તમામ બચત ખાતામાં રૂપિયા દસ હજાર સુધીનું વ્યાજ ઇન્કમ ટેક્ષ ફ્રિ છે. 2 અથવા 3 વયસ્ક એક સાથે સંયુક્ત ખાતા પણ ખોલાવી શકે છે. બચત ખાતાને ચાલુ હાલતમાં રાખવા માટે 3 વર્ષમાં એક વખત લેતી-દેતી કરવી જરૂરી છે.
READ ALSO
- વલસાડના ઉમરગામ હાલ ભૂમાફિયાઓ માટે સ્વર્ગ સમાન બન્યો, ભૂમાફિયાઓ ખુલ્લેઆમ સરકારી કચેરીઓમાં શેકી રહ્યા છે પોતાનો રોટલો
- પ્રાણીઓનું પાકિસ્તાનની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ યોગદાન: પ્રાણીની સંખ્યામાં નોંધાયો વધારો
- અમદાવાદ / વધુ એક બ્રિજ અંગે મહત્વના સમાચાર, રિપેરિંગ કામને લઈ ભારે વાહનો પર 2 મહિના સુધી પ્રતિબંધ
- કૃતિથી લઈને શિલ્પા શેટ્ટી સુધી, આ એકટર્સની પબ્લિક કિસથી સર્જાયો વિવાદ
- હીરોએ ચૂપચાપ લોન્ચ કરી બાઇક, હવે તેનું પોતાનું સ્પ્લેન્ડર જોખમમાં, કિંમત માત્ર આટલી, માઇલેજ 65 KMPL કરતાં વધુ