યુક્રેનની મુલાકાતેથી વિદેશી મંત્રી એન્ટની બ્લિન્કેન સાથે પાછા ફરેલા અમેરિકાના સંરક્ષણ મંત્રી લોઈડ ઓસ્ટિને જણાવ્યું હતું કે ”યુક્રેનને જો પૂરતો શસ્ત્ર સરંજામ મળી શકે તો, તે રશિયા સામેનાં યુદ્ધમાં વિજયી બની જ શકે તેમ છે.”આ સાથે તેઓએ પત્રકારોને જણાવ્યું હતું કે ”વિજય માટેનું પહેલું પગલું” ઃ તમે વિજયી બની શકો તેમ છે. તેમ મનમાં દ્રઢ કરી રાખવું.

રશિયાએ ૨૪મી ફેબુ્રઆરી યુક્રેન ઉપર આક્રમણ કર્યા પછી અમેરિકાના ઉચ્ચ સ્તરના અધિકારીઓની યુક્રેનની આ પહેલી મુલાકાત હતી. તેઓ યુક્રેનના પ્રમુખ વ્લાદોમીર ઝેલેન્સ્કીને મળ્યા હતા.
એન્ટની બ્લિન્કેન અને લોઈડ ઓસ્ટિને ઝેલેન્સ્કી અને તેમના સલાહકારોને કહ્યું હતું કે અમેરિકા યુક્રેનને ૩૦ કરોડ ડોલર ફોરેન મિલીટ્રી ફાયનાનસિંગ માટે આપશે. ઉપરાંત તે ૧૬.૫ કરોડ ડોલરનાં શસ્ત્રો પણ વેચશે.
લોઈડે જણાવ્યું હતું કે અમેરિકા રશિયાની યુદ્ધ-શક્તિ જ ઘટાડી નાખવા માગે છે કે જેથી તે બીજા દેશો ઉપર આક્રમણ કરી ન શકે, તેવું તેણે યુક્રેન ઉપર કર્યું છે. વાસ્તવમાં રશિયાએ તેની ઘણી યુદ્ધ શક્તિ અને સૈનિકો ગુમાવ્યા છે.
આ પુર્વે ૭મી એપ્રિલે જ પેન્ટાગોનના પ્રવક્તા જ્હોન કીર્વીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ”અમારી ગણતરી તો સ્પષ્ટ છે કે યુક્રેન રશિયા સામેનું યુદ્ધ જીતી જ જશે. તેની સાબિતી તમો રોજરોજનાં પરિણામો ઉપરથી શબ્દશઃ જોઈ શકો છો.”
દરમિયાન રવિવારે વહેલી સાંજથી યુદ્ધના આ ૬૧મા દિવસે યુક્રેનના દુર પશ્ચિમના છેડા પરનાં લવિવથી શરૂ કરી, કાળા સમુદ્ર તટ પરનાં મોડેસ્સા સુધી અને ઉત્તરે ખાર્કીવ સુધી એર-રેઈડ-સાયરન્સ સાંભળવામાં આવતી હતી.
બીજી તરફ યુક્રેને રશિયા સાથે મંત્રણાઓનો ”વિશિષ્ટ-દોર” શરૂ કરવા રજુઆત કરી છે. અત્યારે તો મારિયુપોલનાં એઝોવન્સલ-સ્ટીલ-પ્લાંટના વિશાળ વિસ્તારમાં સેંકડો નાગરિકો અને સૈનિકો ફસાયેલા રહ્યા છે, તેમ પ્રમુખ ઝેલેન્સ્કીના જ સલાહકારે જણાવ્યું છે.
MUST READ:
- ચેતી જજો! મિશ્ર વાતાવરણને કારણે દર્દીઓથી હોસ્પિટલ ઊભરાઈ, અમદાવાદીઓ આવ્યા રોગોની ઝપેટમાં
- Viral Video/ તું કેમ આપે છે જવાબ?.. મોબાઈલ પર IVR સાંભળતા જ ભડકી દાદી
- એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ