GSTV

આંખના પલકારામાં ડાઉનલોડ કરી શકાશે Netflixની ભારેખમ ફાઇલ્સ, Internetની સ્પીડ જાણીને ફાટી જશે આંખો

જો તમને લાગ્યું કે તમારી Internetની સ્પીડ ખરાબ છે અથવા ખૂબ ધીમી છે, તો ચાલો તમને વિશ્વના સૌથી ઝડપી ઇન્ટરનેટ વિશે જણાવીએ. યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધનકારોએ વિશ્વના સૌથી ઝડપી ઇન્ટરનેટનો નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે જેમાં તેમણે 178 ટેરાબિટ પ્રતિ સેકન્ડ (TBPS)ની સ્પીડ છે. જે 178,000 GBPS જેટલી છે.

ઉદાહરણ તરીકે સમજીયે તો હાલ દેશમાં ઓછામાં ઓછી ઇન્ટરનેટ સ્પીડ 2 MBPS છે,

આ પ્રોજેક્ટનું સંચાલન રોયલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ, એક્સટેરા અને કિડ્ડી રિસર્ચનાં ડૉ. લિડિયા ગાલ્ડિનો દ્વારા કરાયું હતું.

Internet

આ પહેલાં, ઓસ્ટ્રેલિયામાં પણ સૌથી ઝડપી ઇન્ટરનેટ ગતિના અહેવાલો હતા જે 44.2 TBPS હતી. આ નવી ગતિ લગભગ ચાર ગણી ઝડપી છે.

તો તમે 178 ટીબીપીએસ ગતિથી શું કરી શકો? તમે Netflix પરથી કંઈપણ ડાઉનલોડ કરી શકો છો, કંઈપણ એટલે કંઈપણ અને તે પણ માત્ર એક સેકન્ડમાં.

આવી મનવેગી ગતિ મેળવવા માટે, યુસીએલ સંશોધનકારોએ પ્રમાણભૂત ઓપ્ટિક ફાઇબર ઓપ્ટિક્સને બદલે તરંગલંબાઇની હાઈ રેન્જનો ઉપયોગ કર્યો અને તેને વિસ્તૃત કરતી વખતે સિગ્નલને આગળ વધારવા માટે નવી એમ્પ્લીફાઇડ તકનીકનો ઉપયોગ કર્યો.

હાલ જે ઇન્ટરનેટનો ઉપયોગ કરીયે છીએ ત વર્તમાન સામાન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 4.5THz ની બેન્ડવિડ્થનો ઉપયોગ થાય છે. નવી 9THz કોમર્શિયલ બેન્ડવિડ્થ હમણાં કેટલાક બજારોમાં લાગુ કરવામાં આવી છે. આ સુપર-ફાસ્ટ ઇન્ટરનેટ તે 128Tbps સ્પીડ મેળવવા માટે 16.8THz બેન્ડવિડ્થનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પ્રકારની હાઈસ્પીડ માટે સામાન્ય રીતે એમ થાય કે તે અત્યંત ખર્ચાળ અને મોંઘુ હશે. પરંતુ વાસ્તવમાં એવું નથી. UCL દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ એમ્પ્લીફાયર્સને અપગ્રેડ કરવા માટે ફાઇબર ઓપ્ટિક કેબલ્સ સ્થાપિત કરવા માટે જે ખર્ચ થાય છે તેના માત્ર થોડા અંશે ખર્ચ થાય છે.

જો કે, આ બધું પ્રાયોગિક ધોરણે છે અને ટૂંક સમયમાં આ તકનીકી વ્યવસાયિક ઉપયોગમાં મૂકવામાં આવશે નહીં, તેથી આપણે વધારે પડતા ઉત્સાહિત થવાની જરૂર નથી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર
સાથે જ રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર વાંચો ગુજરાત સમાચાર પર

MUST READ:

Related posts

ગુપકાર ગઠબંધનને પ્રથમ મોટો ઝાટકો, સજ્જાદ લોને આ આરોપ લગાવતા છોડ્યો સાથ

Ali Asgar Devjani

કોરોના સામે રક્ષણ મેળવવા ભારતનું વધુ એક હથિયાર તૈયાર કર્યું, Nasal વેક્સિનના ટ્રાયલને મંજૂરી

Mansi Patel

શું તમે બેંકમાં રજીસ્ટર મોબાઇલ નંબર યુઝ નથી કરતા, તો હમણાં જ ચેન્જ કરાવો નહીંતર….

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!