GSTV
Home » News » શીતલહેરનો પ્રકોપ : ભારતના આ રાજ્યોના તાપામાનને વાંચ્યા બાદ તમને ઠંડી ચડી જશે

શીતલહેરનો પ્રકોપ : ભારતના આ રાજ્યોના તાપામાનને વાંચ્યા બાદ તમને ઠંડી ચડી જશે

ઉત્તર ભારતના મોટાભાગના હિસ્સામાં ઠંડીનો કેર યથાવત છે અને મંગળવારે પણ આમાથી લોકોને રાહત મળી નથી. આ પહેલા સોમવારે પણ લોકો હાડ થિજાવતી ઠંડીમાં ઠુઠવાતા દેખાયા હતા. શ્રીનગરમાં રવિવારે રાત્રે જ પારો શૂન્યથી 6.8 ડિગ્રી સેલ્સિયસે પહોંચ્યો હતો. આ તાપમાન અગિયાર વર્ષમાં સૌથી ઓછું હતું. પર્યટકો વચ્ચે મશહૂર ડલ લેક લગભગ જામી ગયું છે.

પંજાબના અમૃતસરમાં તાપમાન 1.1 ડિગ્રી

પંજાબના અમૃતસરમાં પણ તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે સોમવારે દિલ્હીના લોકો પણ કડકડતી ઠંડીમાં આંખો ખોલી હતી. અહીં લઘુત્તમ તાપમાન 4.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પશ્ચિમોત્તર ભારતમાં શીત લહેરને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સરેરાશ તાપમાનમાંથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નીચું નોંધાયું હતું. તો મહત્તમ તાપમાન 21.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રવિવારે લઘુત્તમ તાપમાન 3.7 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

જમ્મુ કાશ્મીરમાં શૂન્યથી નીચે પારો

હવામાન વિભાગના એક અધિકારીએ કહ્યું છે કે જમ્મુ-કાશ્મીરના પાટનગર શ્રીનગરમાં સોમવારે રાત્રે તાપમાન શૂન્યથી નીચે 6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શ્રીનગરમાં સોમમવારની રાત્રિ છેલ્લા અગિયાર વર્ષની સૌથી ઠંડી રાત્રિ હતી. સીત લહેરને કારણે ઘણાં પાણીના સ્ત્રોત જામી ગયા હતા. ડલ લેકના કિનારે પણ પાણી જામી ગયું હતું. આ સિવાય પાઈપમાં પણ પાણી ઠંડીને કારણે જામી જવાના અહેવાલ છે. શ્રીનગરમાં સૌથી ઓછું તાપમાન 13 ડિસેમ્બર-1934ના રોજ શૂન્યથી 12.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું અને આ અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન છે. હવામાન વિભાગના અધિકારીએ સોમવારે જણાવ્યુ હતુ કે શ્રીનગર શહેરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 6.8 ડિગ્રી સેલ્સિયસ નીચું નોંધાયું હતું. જ્યારે અગિયાર વર્ષ પહેલા 31 ડિસેમ્બર-2007ના રોજ શ્રીનગરમાં લઘુત્તમ તાપમાન શૂન્યથી 7.2 ડિગ્રી સેલ્સિયસ નીચું નોંધાયું હતું. કાજીગુંડમાં રવિવારે રાત્રે શૂન્યથી પાંચ ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું અને નજીકના કોકરનાગમાં તાપમાન શૂન્યથી 3.9 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું. તેમણે ક્હ્યુ છે કે ઉત્તર કાશ્મીરના કુપવાડામાં રવિવારે રાત્રે તાપમાન શૂન્યથી છ ડિગ્રી સેલ્સિયસ નીચું નોંધાયું હતું. અધિકારીએ કહ્યુ છે કે પહલગામમાં રવિવારે રાત્રે તાપમાન શૂન્યથી 7.2 ડિગ્રી સેલ્સિયસ નીચે રહ્યું અને ગુલમર્ગમાં તાપમાન શૂન્યથી 6.8 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું. અધિકારીએ જણાવ્યુ છે કે લેહમાં રવિવારે રાત્રે લઘુત્તમ તાપમાન શૂન્યથી 14.7 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું અને નજીકના કારગીલમાં તાપમાન શૂન્યથી 15.3 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાયું હતું. કાશ્મીર હાલ શીત લહેરની પકડમાં છે. 40થી વધુ દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં ભારે ઠંડી પડી રહી છે અને બરફવર્ષા પણ થઈ રહી છે. જેના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં પણ સતત ઘટાડો જોવા મળ્યો છે.

શીતલહરનો પ્રકોપ

પંજાબ અને હરિયાણામાં શીતલહરનો પ્રકોપ સોમવારે પણ યથાવત રહ્યો હતો અને અમૃતસરમાં લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે જમાવ્યું છે કે અમૃતસર અને હલવારામાં લઘુત્તમ તાપમાન એકસરખું રહ્યું હતું અને બંને રાજ્યોમાં લઘુત્તમ તાપમાન સામાન્યથી નીચે નોંધાયું હતું. લુધિયાણા, આદમપુર, અમૃતસર, હલવારા, સિરસા, ભિવાની, રોહતક, ઝજ્જર અને અંબાલા સહીતના બંને રાજ્યોના ઘણાં વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે ઘણાં સ્થાનો પર વિઝિબિલિટી ઓછી દેખાઈ હતી. આદમપુરમાં લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી, ભઠિંડામાં લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે હરિયાણાના કરનાલમાં લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અંબાલા અને હિસારમાં લઘુત્તમ તાપમાન અનુક્રમે 3.8 ડિગ્રી અને 4.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે પંજાબ અને હરિયાણાની સંયુક્ત રાજધાની ચંદીગઢનું લઘુત્તમ તાપમાન 5.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગના વૈજ્ઞાનિકોએ જણાવ્યુ છે કે હરિયાણા અને પંજાબમાં આગામી કેટલાક દિવસો દરમિયાન શીતલહરની અસર યથાવત રહેશે.

વીજ સપ્લાઇ પણ બાધિત થઇ

રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાનમાં વધારો છતાં કેટલાક વિસ્તારોમાં શીતલહરને કારણે ઠંડીની અસર યથાવત છે. હવામાન વિભાગના પ્રવક્તાનું કહેવું છે કે અલવર અને શ્રી ગંગાનગરમાં શીતલહરને કારણે ગાઢ ધુમ્મસ ભરેલું વાતાવરણ હોવાથી વિઝિબિલિટી પચાસ મીટરથી બસ્સો મીટર સુધી નોંધાયું હતું. શ્રીગંગાનગર, હનુમાનગઢમાં ગાઢ ધુમ્મસને કારણે વીજ ગ્રિડ સ્ટેશનોમાં આવેલી ખરાબીને કારણે વીજ સપ્લાઈ પણ બાધિત થઈ હતી. જણાવવામાં આવે છે કે શ્રીગંગાનગરમાં લઘુત્તમ તાપમાન 2.7 ડિગ્રી, ચુરુમાં 5.2, બિકાનેરમાં 5.5 , ઉદયપુરમાં 7.2, જેસલમેરમાં 7.5, કોટામાં 7.6, અજમેરમાં 9, બાડમેરમાં 10, જયપુરમાં 10.01, જોધપુરમાં 11.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. રાજસ્થાનના મહત્તમ વિસ્તારોમાં મહત્તમ તાપમાન 17.5 ડિગ્રી સેલ્સિયસથી લઈને 26 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

READ ALSO

Related posts

ભણતરનાં ભારથી પરેશાન આ નાનકડી બાળકીએ કહ્યુ, “PM મોદીને એક વાર તો હરાવવા જ પડશે” જુઓ VIDEO

Kaushik Bavishi

વાંદરાના હાથમાં લાગ્યો માલિકનો ફોન તો ધડાધડ કરી નાખી ઓનલાઈન શોપિંગ, પછી થયુ એવુ કે…

Kaushik Bavishi

ઈઝરાઈલમાં પેલેસ્ટાઈન આતંકીઓએ તાકી મિસાઈલો, વીડિયો આવ્યો સામે

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!