GSTV
World

Cases
6672967
Active
10909854
Recoverd
693482
Death
INDIA

Cases
586298
Active
1230509
Recoverd
38938
Death

Winter Special Recipe ગાજરનો હલવો તો બહુજ ખાધો હશે, હવે ટ્રાય કરો ગાજરની સ્વાદિષ્ટ ખીર

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે. ત્યારે ગાજરનો હલવો કોઈને કેમ સારો ના લાગે. ત્યારે આ હલવો ખાવાનું તમામને પસંદ છે. પરંતુ તમે ક્યારેય ગાજરની ખીરનું સેવન કર્યું છે. તો જાણો ગાજરની ખીર બનાવવાની રીત..

સામગ્રી

અડધો કિલો ગાજર (કદૂકસ(છીણેલી) હોવી જોઈએ)
એક ચમચી ખાંડ
10 ગ્રામ કિશમિશ
કાપેલાં એક કપ કાજુ
કાપેલી 10 બદામ
2 ગ્રામ ઈલાયચી (પીસાયેલી)

ગાજરની ખીર બનાવવા માટે સૌ પ્રથમ અડધો કિલો ગાજર સારી રીતે ધોઈને સાફ કરો અને છાલ ઉતારી લો. ત્યાર પછી તેને છીણી નાખો. પછી ગેસ પર હેવી બેઝ્ડ પેન રાખો અને તેમાં એક ચમચી દેશી ઘી નાખો. ત્યાર પછી ઘી ઓગળ્યા પછી તેમાં ગાજર ઉમેરો પછી ઉપરથી ખાંડ નાંખીને તેને ઢાંકી દો.

આ દરમિયાન ગેસ ધીમી તાપે રાખો. હવે 1 થી 2 મિનિટ પછી ઢાંકણ હટાવીને ગાજર અને ખાંડને બરાબર મિક્સ કરો અને 2 થી 5 મિનિટ સુધી સારી રીતે રાંધો. આ દરમિયાન આ મિક્સરને ચમચીની મદદથી હલાવતા રહો.

ત્યાર પછી તેમાં દૂધ મેળવો દૂધ ભેળવ્યા પછી લગભગ 20 મિનીટ સુધી ધીમાં તાપે રાંધો. વચ્ચે વચ્ચે 2 થી 3 મિનીટ સુધી હલાવતા રહો. હવે તેમાં ગ્રાઈંગ (પીસાયેલી) ઇલાયચી અને કિશમિશ મિક્સ કરીને 2 મિનિટ માટે રાંધો. આ પછી કાજુ અને બદામ અથવા પિસ્તા મૂકીને ગરમા ગરમ સર્વ કરો.

READ ALSO

Related posts

પાકિસ્તાને આજે જાહેર કરેલા વિવાદીત નકશામાં કેમ જૂનાગઢ પર કર્યો દાવો, આવો છે ભૂતકાળ

Nilesh Jethva

રાજ્યમાં કોરાના બેકાબુ, માસ્ક નહીં પહેરનારા ઉપર કોર્ટની લાલ આંખ, પ્રથમ વખત 1000, બીજી વખત ફટકારો આટલો દંડ

Mansi Patel

માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદથી અનેક ગામોનો તાલુકા સાથેનો સંપર્ક તુટ્યો, ભાણવડમાં 6 ઈંચ વરસાદ, વેરાવળમાં અનેક ઘરોમાં ઘુસ્યા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!