શિયાળામાં ગાજરનો હલવો ખાવાની એક અલગ જ મજા છે. મોટાભાગે લોકો તેમાં માવો નાંખે છે. પરંતુ શું તમે ક્યારેય માવા વિનાનો ગાજરનો હલવો ખાધો છે? આજે અમે તમને માવા વિના ગાજરનો હલવો બનાવવાની રેસિપી જણાવવા જઇ રહ્યાં છીએ અને તે સ્વાદમાં જેટલો ટેસ્ટી છે બનાવવામાં પણ એટલો જ સરળ છે. તો ચાલો તમને જણાવીએ ટેસ્ટી ગાજરનો હલવો બનાવવાની રેસિપી.

સામગ્રી
ગાજર- 1 કિલો

દૂધ ફુલ ક્રીમ- 1 1/2 લીટર
ખાંડ- 200 ગ્રામ
કાજૂ (કતરણ)- 8થી 10
બદામ (કતરણ)- 8થી 10
અખરોટ (કતરણ)- 8થી 10
કિશમિશ- 9થી 10
ઇલાયચી પાવડર- અડધી ચમચી
ઘી- 1 મોટો ચમચો

વિધિ
હલવો બનાવવા માટે સૌથી પહેલા ગાજરને છીણી લો.
તે બાદ હવે પ્રેશર કૂકરમાં ગાજર અને 1 ગ્લાસ પાણી નાંખો. તેમાં એક સીટી લગાવી દો.
સીટી વાગ્યા બાદ ગાજરને ઠંડા કરીને તેનું બધુ જ પાણી કાઢી લો.
મીડિયમ આંચ પર પેનમાં ઘી નાંખીને ગરમ કરી લો. તેમાં ગાજર નાંખીને શેકો.
તે બાદ તેમાં દૂધ નાંખીને મિક્સ કરો. દૂધ શોષાઇ જાય ત્યાં સુધી શેકો.
હવે ઇલાયચી પાવડર અને ડ્રાય ફ્રૂટ્સ નાંખીને મિક્સ કરી લો.
તૈયાર છે તમારો ગરમા-ગરમ ગાજરનો હલવો. ઉપરથી પણ ડ્રાય ફ્રૂટ્સ નાંખીને ગાર્નિશ કરો અને ગરમા-ગરમ પીરસો.
Read Also
- આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા
- વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો
- ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર
- કોરોના વેક્સિનનું કાઉંટડાઉન/ સવારે 10.30 કલાકે લાગશે પ્રથમ રસી, શરૂ થઈ રહ્યુ છે કોરોના વિરુદ્ધનું મહાઅભિયાન
- અમદાવાદ: યુવકને મોબાઈલમાં તીનપત્તી રમવું પડ્યું ભારે, રાજકોટ પોલીસના નામે થઇ કરોડોની ઠગાઈ