GSTV
Home » News » સંસદની કાર્યવાહી પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું, ‘સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા તૈયાર’

સંસદની કાર્યવાહી પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું, ‘સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા તૈયાર’

સંસદના શિયાળુ સત્રના પ્રારંભ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદની કાર્યવાહી સુચારુરૂપે ચાલે તેવી આશા વ્યક્ત કરી. સંસદની કાર્યવાહી શરૂ થાય તે પહેલા પીએમ મોદીએ જણાવ્યું કે વર્ષ 2019નું આ અંતિમ સત્ર છે. સાથે જ રાજ્યસભાનું 250મું સત્ર છે. આ સત્ર દરમ્યાન 26 તારીખે આપણો બંધારણ દિવસ છે.

આપણા બંધારણને 70 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર દરેક વિષય પર ચર્ચા કરવા માટે તૈયાર છે. બંધારણે દેશની એકતા, અખંડતા અને વિવિધતાને સમેટી છે. સત્ર પહેલા તમામ પક્ષોના નેતાઓ સાથે મળવાનો મોકો મળ્યો. જે રીતે ગત સત્રમાં દરેક પક્ષોના સહયોગથી સંસદની કાર્યવાહી ચાલી હતી. તે જ પ્રકારે શિયાળુ સત્રની કાર્યવાહી ચાલે તેવી આશા છે તેમ પીએમે જણાવ્યું.

સંસદના શિયાળુ સત્રનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે આર્થિક મોરચે ઘેરાયલી કેન્દ્રની મોદી સરકારની ફરી પરીક્ષા થવા જઇ રહી છે. કોંગ્રેસ સહિતના વિપક્ષોએ નાગરિકતા સંશોધન બિલ. આર્થિક મંદી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યા તેમજ કાશ્મીરમાં પ્રતિબંધો મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી છે. છેલ્લા સત્રમાં રાજ્યસભામાં બહુમત ન હોવા છતાં સરકારે કલમ 370 નાબૂદી.

ટ્રિપલ તલાક અને એનઆઈએને વધુ સત્તાઓ આપતું બિલ પસાર કર્યું હતું. ત્યારે આ સત્રમાં કોંગ્રેસનો સૌથી મોટો પ્રયાસ રાજ્યસભામાં વિપક્ષની એકતા જાળવવાનો છે. કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કાશ્મીરમાં ફારૂક અબ્દુલ્લા જેવા નેતાઓની અટકાયત કરવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તો અન્ય વિરોધી પક્ષોનું કહેવું છે કે તેઓ આર્થિક સુસ્તી અને બેરોજગારીનો મુદ્દો પણ ઉઠાવશે.

મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીમાં ભાજપે અપેક્ષા મુજબ દેખાવ ન કરતા વિપક્ષોમાં ફરી ઉત્સાહનો સંચાર થયો છે. લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હારને ભૂલાવી વિપક્ષો હવે સરકાર પર દબાણ વધારવાના પ્રયાસો કરશે.

READ ALSO

Related posts

બ્રિટને નવી વિઝા સિસ્ટમ કરી લોન્ચ, ભારત સહિત આ દેશોને થશે અસર

Mansi Patel

તપસના મોત પર મમતાએ લગાવ્યો મોટો આરોપ, કેન્દ્રની બદલાની રાજનીતિનો શિકાર બન્યા અભિનેતા

Pravin Makwana

ટ્રંપનાં આગમન પહેલાં રૂપાણી સરકારની મોટી રાહત, આ આંદોલન સમેટાઈ ગયુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!