GSTV
Home » News » આજે રફાલ યુદ્ધવિમાનની ડીલની તપાસ મામલે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

આજે રફાલ યુદ્ધવિમાનની ડીલની તપાસ મામલે સુપ્રીમ કોર્ટ આપશે ચુકાદો

rafale deal scam

ભારતીય વાયુસેના માટે ફ્રાંસ પાસેથી ખરીદાયેલા અબજો રૂપિયાના રફાલ યુદ્ધવિમાનની ડીલની તપાસ કરવી કે નહીં, તેના સંદર્ભે સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો ફરમાવશે. રફાલ ડીલની સુપ્રીમ કોર્ટના નિરીક્ષણમાં તપાસ માટે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર ચુકાદો આવવાનો છે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફની ખંડપીઠ દ્વારા રફાલ ડીલની તપાસ કરવાની માગણી કરતી અરજીઓ પર 14મી નવેમ્બરે સુનાવણી પૂર્ણ કરવામાં આવી હતી.

રફાલ ડીલમાં કથિત અનિયમિતતાઓનો આરોપ લગાવતા સૌથી પહેલા વકીલ મનોહરલાલ શર્માએ જાહેરહિતની અરજી દાખલ કરી હતી. બાદમાં અન્ય એક વકીલ વિનીત ઢાંડાએ અરજી દાખલ કરીને સુપ્રીમ કોર્ટના નિરીક્ષણ હેઠળ આ સોદાની તપાસનો અનુરોધ કર્યો હતો. આ સોદાની તપાસના મામલે આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને બાદમાં બે ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાનો યશવંતસિંહા તથા અણ શૌરીની સાથે એડવોકેટ પ્રશાંત ભૂષણે એક અલગ અરજી દાખલ કરી હતી.

આ અરજીમાં અનુરોધ કરવામાં આવ્યો છે કે રફાલ ડીલમાં કથિત અનિયમિતતાઓના મામલે સીબીઆઈને એફઆઈઆર દાખલ કરવાના નિર્દેશ આપવામાં આવે. કેન્દ્ર સરકારે ફ્રાંસ પાસેથી 36 રફાલ યુદ્ધવિમાની ખરીદીના સોદાનો બચાવ કર્યો હતો અને તેની કિંમત સાથે સંબંધિત જાણકારી જાહેર કરવાની માગણીનો વિરોધ કર્યો હતો. ભારતે લગભગ 58 હજાર કરોડ રૂપિયાની કિંમતે 36 રફાલ યુદ્ધવિમાન ખરીદવા માટે ફ્રાંસની સાથે સમજૂતી કરી છે. જેથી ભારતીય વાયુસેનાની મારક ક્ષમતામાં વધારો કરી શકાય.

2014માં કેન્દ્રમાં સરકાર બદલાઈ. એનડીએની મોદી સરકારે સત્તાના સુકાન સંભાળ્યા. બાદમાં 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાંસની યાત્રા દરમિયાન જાહેરાત કરી હતી કે સરકારોના સ્તર પર સમજૂતી પ્રમાણે ભારત સરકાર 36 રાફેલ વિમાન ખરીદશે. પીએમ મોદીની આ જાહેરાતને લઈને વિપક્ષે સવાલો ઉઠાવ્યા હતા.

યુપીએ સરકારે 2014ની શરૂઆત સુધી ફ્રાંસ સાથે રાફેલ સોદા માટે વાતચીત ચાલુ રાખી છતાં સોદો થયો નહી. 2014માં લોકસભાની ચૂંટણીમાં એનડીએને બહુમત મળી અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યાં. બાદમાં પીએમ મોદી એપ્રિલ 2015માં ફ્રાંસની મુલાકાતે ગયા ત્યારે તેમણે સરકારોના સ્તર પર સમજૂતી અંતર્ગત ભારત સરકાર દ્વારા 36 રાફેલ વિમાન ખરીદવાની જાહેરાત કરી હતી.

આ જાહેરાત બાદ વિપક્ષે સવાલ ઉઠાવ્યા કે વડાપ્રધાને સુરક્ષા મામલામાં પ્રધાનમંડળ સમિતિની મંજૂરી વિના કેવી રીતે સોદાને અંતિમ રૂપ આપ્યું. મોદી અને ફ્રાંસના તત્કાલીન રાષ્ટ્રપતિ ફ્રાંસવા ઓલાંદ વચ્ચે વાતચીત બાદ 10 એપ્રિલ 2015ના દિવસે જાહેર કરાયેલા એક સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું કે તે 36 રાફેલ જેટની આપૂર્તિ માટે એક અંતર સરકારી સમજૂતી કરવા પર સહમત થયા.

ભારત અને ફ્રાંસે 36 રાફેલ વિમાનોની ખરીદી માટે 23 સપ્ટેમ્બર 2016ના દિવસે 7.87 અરબ યુરો એટલે કે લગભગ 58 કરોડ રૂપિયાના સોદા પર હસ્તાક્ષર કર્યા. વિમાનની આપૂર્તિ સપ્ટેમ્બર 2019થી શરૂ થશે.

કોંગ્રેસ આ સોદામાં મોટા ગોટાળોનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે સરકાર પ્રત્યેક વિમાન 1,670 કરોડ રૂપિયામાં ખરીદી રહી છે. જ્યારે યુપીએ સરકારે પ્રતિ વિમાન 526 કરોડની કિંમત નક્કી કરી હતી. કોંગ્રેસે સરકાર પાસે જવાબ માગ્યો છે કે કેમ સરકારી એરોસ્પેસ કંપની એચએએલને આ સોદામાં શામિલ કરાઈ નથી અને કેવીરીતે પ્રતિ વિમાનની કિંમત 526 કરોડ રૂપિયાથી વધારીને 1,670 કરોડ રૂપિયા કરાઈ ગઈ તે જણાવવા પણ માગ કરી છે. સરકારે ભારત અને ફ્રાંસ વચ્ચે 2008 ની સમજૂતીના એક પ્રાવધાનનો હવાલો આપીને તેનું વિવરણ જાહેર કરવાનો ઈન્કાર કરી દીધો છે.

લગભગ બે વર્ષ પહેલા રાજ્ય સંરક્ષણ પ્રધાને સંસદમાં એક પ્રશ્નો જવાબ આપતાં કહ્યું હતું કે પ્રત્યેક રાફેલ વિમાનની કિંમત લગભગ 670 કરોડ રૂપિયા છે. પરંતુ સંબંધિત ઉપકરણો, હથિયારો અને સેવાઓની કિંમતોનું વિવરણ આપ્યુ નહીં. બાદમાં સરકારે કિંમતો અંગે વાત કરવાનો ઈન્કાર કરી દીધો. અને સાથે એમ પણ કહ્યું કે 36 રાફેલ વિમાનોની કિંમતની ડિલિવરેબલ્સના રૂપમાં 126 લડાકુ વિમાન ખરીદવાના મૂળ પ્રસ્તાવ સાથે સીધી તુલના ન કરી શકાય.

Related posts

રાહુલ ગાંધી બોલ્યા કે હું સાવરકર નથી : 1000 જન્મ લઇને પણ નહીં બની શકો સાવરકર, ભાજપ ભડકી

Karan

હવે રેલવેનું ખાનગીકરણ : કમાણી કરાવતા 150 રૂટ ખાનગી કંપનીઓને આપી દેવાશે, કંપની નક્કી કરશે ભાડું

Mayur

6 બેંકોને મળી ક્રિસમસ ગિફ્ટ : ડૂબી ગયેલા 42,000 કરોડ મળશે રિટર્ન, નવો રેકોર્ડ સર્જાશે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!