મંગળવારે સંસદમાં બે બિલ પસાર કરવામાં આવ્યા હતા. જેમાં CBI અને EDના ડાયરેક્ટરનો કાર્યકાળ લંબાવીને પાંચ વર્ષ કરવાનું નક્કી કરાયું છે. હાલ આ કાર્યકાળ બે વર્ષનો જ છે. જોકે તેને લંબાવવાના નિર્ણયનો વિપક્ષ દ્વારા વિરોધ થઇ રહ્યો છે.

કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગયા મહિને જ આ કાર્યકાળ લંબાવવા માટે વટહુકમ બહાર પાડયો હતો. જેને કાયદો બનાવવા માટે નવ ડિસેંબરના રોજ લોકસભાએ બે બિલ પસાર કર્યા હતા. બાદમાં તેને રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાંથી પણ આ બિલને પસાર કરી દેવામાં આવ્યું છે.
પહેલા CBIના ડાયરેક્ટરનો કાર્યકાળ લંબાવતું બિલ રજુ કરાયું હતું જેને ધ્વનિ મતથી પસાર કરી દેવાયું હતું, જેના થોડા સમય પછી ઇડીના ડાયરેક્ટર માટેનું બિલ રજુ કરાયું હતું જેને પણ ધ્વનિ મતથી પસાર કરી દેવાયું હતું.
જોકે જ્યારે આ બિલ રજુ કરાયા ત્યારે વિપક્ષ દ્વારા 12 સાંસદોને શિયાળુ સત્રમાં સસ્પેન્ડ કરવાના નિર્ણયનો વિરોધ કરાયો હતો. પસાર કરાયેલા બિલ અનુસાર કાર્યકાળ બે વર્ષનો હોય તેને દર વર્ષે એક વર્ષ માટે લંબાવી દેવામાં આવશે અને પાંચ વર્ષ સુધી ડાયરેક્ટર પદે રહી શકાશે.

Read Also
- મોટા સમાચાર / કચ્છની પલારા જેલમાં સર્ચ ઓપરેશન દરમિયાન 6 મોબાઈલ ફોન મળી આવ્યાં, રાજ્યભરની જેલોમાં તપાસ ચાલુ
- આ વિશિષ્ટ ગિટારને તૈયાર કરવામાં થયા છે 700 દિવસ, ગિટારમાં જડવામાં આવ્યા છે ૧૧૪૪૧ જેટલા હિરા
- ગુજરાતની જેલોમાં દરોડા / પોલીસ નિયમાવલીમાં નિયમિત વિઝીટ અને ચેકીંગના આદેશ, તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શા માટે આપવા પડ્યાં આદેશ?
- ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો
- WPL 2023 / યુપી વોરિયર્સને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સની ફાઈનલમાં એન્ટ્રી, દિલ્હી- મુંબઈ વચ્ચે ખેલાશે ફાઈનલ મુકાબલો