GSTV
Home » News » શિયાળુ સત્ર : બીજા દિવસે પણ ભારે હોબાળો, રાજ્યસભામાં જલિયાંવાલા બાગ બીલ પાસ

શિયાળુ સત્ર : બીજા દિવસે પણ ભારે હોબાળો, રાજ્યસભામાં જલિયાંવાલા બાગ બીલ પાસ

શિયાળુ સત્રના બીજા દિવસે પણ વિપક્ષે ગૃહમાં ભારે હોબાળો મચાવ્યો હતો. કોંગ્રેસ સહિત વિપક્ષના અનેક પક્ષોએ લોકસભાના પ્રશ્નકાળ દરમિયાન સરકારના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યો. વિપક્ષના સભ્યોએ વેલમાં ધસી આવીને સૂત્રોચ્ચાર પણ કર્યો. વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભામાં દિલ્હી-એનસીઆરમાં વધી રહેલા પ્રદૂષણ મુદ્દે ચર્ચા થઈ હતી. રાજ્યસભામાં જલિયાંવાલા બાગ બીલ પસાર થયું હતું. જેને પગલે ગાંધી પરિવારને ફટકો પડયો છે.

વિપક્ષના હોબાળાના કારણે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી. બીજીબાજુ લોકસભામાં દિલ્હી-એનસીઆરમાં વધતા પ્રદૂષણ મુદ્દે લંબાણપૂર્વક ચર્ચા થઈ હતી. આ ચર્ચા માટે લોકસભાનો સમય અડધો ક્લાક વધારવામાં આવ્યો હતો, પરંતુ ચર્ચા પૂરી થઈ શકી નહીં. છેવટે બુધવારે સવારે 11.00 વાગ્યા સુધી સ્થિગત કરી દીધું હતું.

લોકસભામાં પ્રદૂષણ મુદ્દે ગંભીર ચર્ચા

કોંગ્રેસ નેતા મનીષ તિવારી અને બીજેડી સાંસદ પિનાકી મિશ્રાએ સંસદની કાર્યવાહીના નિયમ 193 હેઠળ પ્રદૂષણ પર ચર્ચાની માગણી કરી હતી. તિવારીએ કહ્યું કે દિલ્હીની આબોહવા અંગે પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને વિચારવાની જરૂર છે. દુનિયાના સૌથી પ્રદૂષિત 15 શહેરોમાંથી 14 શહેર ભારતના છે. સરકાર તરફથી આ સમસ્યાના ઉકેલનો અવાજ ઊઠવો જોઈએ. ખેડૂતોને પરાળી સળગાવતા અટકાવવા માટે તેમને આર્થિકરૂપે મજબૂત કરવા જરૂરી છે. પ્રદૂષણ મુદ્દે નાના ખેડૂતોને ગૂનેગાર બનાવવા યોગ્ય નથી. બીજેડીના પિનાકી મિશ્રાએ કહ્યું કે ખેડૂતને તો બે ટંક ભોજન જોઈએ. પરાળી માટે કેન્દ્રે ખેડૂતોને સબસિડી આપવી જોઈએ.

દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પર નિશાન સાધતા દિલ્હી પશ્ચિમથી ભાજપના સાંસદ પ્રવેશ સાહિબ સિંહે કહ્યું કે પાંચ વર્ષ પહેલા માત્ર દિલ્હીના મુખ્યમંત્રી ખાંસતા હતા, હવે આખું દિલ્હી ખાંસે છે. દિલ્હીમાં એર પ્યુરીફાયરનું વેચાણ વધી ગયું છે. તૃણમૂલના સાંસદ કાકોલી ઘોષ માસ્ક લગાવી સંસદ પહોંચ્યા. તેમણે સ્વચ્છ ભારતની જેમ સ્વચ્છ હવા મિશન લોન્ચ કરવાની જરૂર છે. 

લોકસભા અધ્યક્ષની વિપક્ષને ચેતવણી

ગૃહમાં કૃષિ અને ખેડૂતોની સમસ્યાઓ પર ચર્ચા ચાલતી હતી ત્યારે વિપક્ષના સભ્યો વેલમાં ધસીને સૂત્રોચ્ચાર કરતા હતા. તેમને વારંવાર સમજાવવા છતાં તેમણે સૂત્રોચ્ચાર ચાલુ રાખતાં અધ્યક્ષ ઓમ માથુરે તેમને ચેતવણી આપી કે હવે તેઓ વેલમાં ધસીને સૂત્રોચ્ચાર કરશે તો તેમની સામે કાર્યવાહી કરાશે.

રાજ્યસભામાં જલિયાંવાલા બાગ બીલ પાસ

રાજ્યસભામાં જલિયાંવાલા બીગ રાષ્ટ્રીય સ્મારક (સુધારા) બીલ ધ્વની મતથી પાસ થઈ ગયું. આ બીલ લોકસભામાં પાસ થઈ ગયું છે. આ બીલ પાસ થતાં હવે કોંગ્રેસ અધ્યક્ષ આ ટ્રસ્ટના સભ્ય નહીં રહી શકે. અત્યાર સુધી કોંગ્રેસના અધ્યક્ષ આ ટ્રસ્ટના એક્સ-ઓફિસિયો સભ્ય રહ્યા છે, પરંતુ હવે લોકસભામાં નેતા વિપક્ષ આ ટ્રસ્ટના સભ્ય હશે. કોંગ્રેસ અધ્યક્ષને ટ્રસ્ટના એક્સ-ઓફિસિયો સભ્ય તરીકે હટાવાતા આ ટ્રસ્ટમાં ગાંધી પરિવારના કોઈ સભ્ય નહીં હોય.

READ ALSO


Related posts

ડુંગળી પછી હવે મોંધી થશે જીવન જરૂરી દવાઓ, સરકારે 50% કિંમતમાં વધારાની આપી મંજૂરી

Mansi Patel

દેશની હાલત ખરાબ, ઘરોમાંથી બહાર નીકળો અને આંદોલન કરો : મરીશ પણ માફી નહીં માગુ

Mayur

દિલ્હી : ઈમારતમાં ભીષણ આગ લાગતા ત્રણ મહિલાના મોત

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!