GSTV

શિયાળામાં ચોમાસું: રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો, છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં માવઠું

Last Updated on December 2, 2021 by pratik shah

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને લીધે આવી પડેલા માવઠાએ ખેડૂતોની મુશ્કેલી વધારી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકાઓમાં નોંધપાત્ર માવઠું નોંધાયું છે. તો રાજ્યના 24 તાલુકામાં બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ સુરતના ઉમરપાડા તાલુકામાં છ ઈંચ વરસાદ ખાબક્યો હતો. તો દક્ષિણ ગુજરાતના 24 તાલુકાઓમાં બે ઈંચથી ઈંચ સુધી નોંધાયો છે. અધૂરામાં પૂરું રાજ્યમાં હજુ આજે પણ હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં વણનોતરેલા માવઠાને લીધે રવી પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે.

વિનાશક

 ભરૂચ શહેર અને જિલ્લામાં માવઠાને લીધે એલઆરડી અને પીએસઆઈની શારીરિક કસોટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. ભરૂચના પોલીસ હેડ કવાર્ટરમાં વરસાદી પાણી ભરાયા છે. જેથી ઉમેદવારોને હાલાકી વેઠવી પડતી હોવાથી પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી. પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

ભાવનગર શહેર અને જિલ્લામાં પણ વરસાદી માહોલ છવાયો છે. ભાવનગર શહેરમાં ગત રાત્રી વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાયો હતો…ભાવનગર શહેરના વાઘાવાડી રોડ, માધવ,  કાળાનાળા, ભાવનગર રાજકોટ હાઈવે ઘોઘા રોડ સહિતના વિસ્તારોમાં હોર્ડિંગ્સ ઉડવાની ઘટનાઓ બની હતી. જોકે સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી..વડલા વિસ્તારોમાં ઓવરબ્રિજના કામ માટે રોડ પર આડસ કરેલા પતરા પણ ઢળી પડ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સાયલામાં વરસાદી છાંટા પડયા હતા. સાયલામાં દિવસભર આકાશ વાદળોથી ગોરંભાયેલું રહ્યું. આ દરમિયાન વરસાદી છાંટાનો અવિરત પ્રવાહ ચાલુ રહ્યો હતો.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. ગત રોજ પડેલા વરસાદના કારણે સુરત શહેરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. ત્યારે આજે બીજા દિવસે પણ સુરત સહિત જિલ્લામાં વરસાદ પડ્યો છે. વરસાદ સાથે શહેરમાં ઠંડા પવન પણ ફૂકાયા જેથી લોકો ઠંડીમાં ઠુંઠવાયા હતા. પરંતુ વાતાવરણમાં આવેલા એકાએક પલટાના પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

પંચમહાલ જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો છે. જિલ્લાના શહેરા અને મોરવા હડફ સહિતના તાલુકામાં માવઠું થયું છે. જેથી ઠંડીનું જોર વધ્યું છે. તો બીજી તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.

IPL

READ ALSO

Related posts

કોરોનાનો કહેર / પોલીસ જવાનો પછી તબીબો પણ આવ્યા કોરોનાના સકંજામાં, સોલા સિવિલના સુપ્રીન્ડેન્ટ સહિત 12 ડોક્ટરો થયા સંક્રમિત

GSTV Web Desk

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk

ગાંધીનગર IBમાં ફરજ બજાવતા જવાનના આપઘાત કેસમાં આવ્યો નવો વળાંક, સુસાઇડ નોટમાં સાથી કર્મચારીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!