GSTV

સમગ્ર ગુજરાત ઠંડીથી ઠુઠવાયુ, આ તારીખ સુધી કાતિલ ઠંડીની આગાહી

Last Updated on January 10, 2020 by Arohi

સમગ્ર દેશમાં બરાબર શિયાળો જામ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. સમગ્ર ગુજરાત ઠંડીથી ઠુઠવાયુ. ગુરુવારે રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં નોંધાઇ, નલિયામાં તાપમાન 3 ડીગ્રી સુધી નીચે સરકી ગયું. ઠંડી વધવા પાછળનું કારણ રાજયમાં ઉતર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. પરંતુ ફરી 11 તારીખથી ઠંડી યથાવત જોવા મળશે. તેવી હવામાન વિભાગે કરી છે.

અરવલ્લીમાં ઠંડીના કારણે જગ્યા જગ્યાએ લોકોના તાપણા

અરવલ્લી જીલ્લામાં ઠંડીને કારણે જનજીવન ખોરવાયું છે. સવારથીજ અહીયા કડકડતી ઠંડીમાં લોકો ઠુઠવાઈ ગયા છે અને રસ્તા પર લોકો તાપણું કરતા  જોવા મળે છે. સાથેજ ઠંડીથી રક્ષણ મેળવવા લોકો ગરમ ગરમ ચાની ચુસ્કી મારી રહ્યા છે. હાડ થજવતી આ ઠંડીમાં લોકો ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે અને અગામી સમયમાં અહીયા ઠંડીનું પ્રમાણ  વધી શકે છે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

ઉત્તર ભારતના પહાડી વિસ્તારો હિમવર્ષાથી ઢંકાયા

સમગ્ર ઉત્તર ભારતના પહાડી વિસ્તારો હિમવર્ષાથી ઢંકાઈ ગયા છે. ત્યારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં પણ ફરી સ્નોફોલ થયો છે. ભારે હિમવર્ષાના કારણે અત્ર,તત્ર સર્વત્ર બરફ છવાઈ ગયો છે. મકાનોની છત, દુકાનોની છત, વાહનો પર બરફના થર જામ્યા છે. ભારે હિમવર્ષાથી વાહનવ્યવહારને પણ અસર થઈ છે. જનજીવન ઠપ થઈ ગયુ છે.

ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા

દેવભૂમિ ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં પણ હિમવર્ષા યથાવત જોવા મળી રહી છે અને તેનાથી જનજીવન જાણે કે અટકી ગયુ છે. ગુરુવારે મધરાતે ઉત્તરકાશી સહિતના વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ હતી. હિમવર્ષાના કારણે ગંગોત્રી  હાઈવે મનેરીથી ગંગોત્રી સુધી બંધ છે. યમુનોત્રી હાઈવ પણ સિલ્કયારાથ ઓરછા બેન્ડ સુધી બંધ છે. ઉત્તરકાશી-લંબગાંવમોટર માર્ગ પર માનપુરથી ધૌંતરી સુધી બંધ છે. જેથી 200 થી વધુ ગામો સંપર્ક વિહોણા થાય છે. જ્યારે હર્ષિલ ઘાટીમાં ચાર ફૂટ સુધી બરફ જામી ગયો છે.

ઉત્તરાખંડના નૈનિતાલમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. જેથી સમગ્ર નૈનિતાલના કુદરતી સૌંદર્યમાં વધારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડની સરયુ ઘાટીમાં પણ ભારે હિમવર્ષા થઈ છે. ભારે હિમવર્ષાના કારણે સેંકડો પ્રવાસીઓએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જોકે તેમ છતાં પ્રવાસીઓમાં હિમવર્ષાનો આનંદ માણતા જોવા મળ્યા હતા.

Read Also

Related posts

કાર્યવાહી / આતંકવાદને પાલન-પોષણ આપવાની ઇમરાન ખાનને મળી સજા, FATFની ગ્રે લિસ્ટમાં યથાવત પાકિસ્તાન

Zainul Ansari

સોની બજારના વેપારીઓને લાગ્યો કરોડનો ચૂનો, કારીગર જ કરોડોનું સોનુ લઈને ફરાર

Pritesh Mehta

ડ્રગ્સનું લાગ્યું એવું વળગણ કે અંડર 19 ક્રિકેટના સ્ટાર ખેલાડીને ઘર છોડવાનો વારો આવ્યો, જાણો શું છે રાજકોટનો આ ચોંકાવનારો કિસ્સો?

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!