GSTV
Home » News » વિન્ટર સેલમાં ટ્રકની ખરીદીમાં પણ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

વિન્ટર સેલમાં ટ્રકની ખરીદીમાં પણ મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

ટ્રક ઉત્પાદક કંપનીઓ ટ્રકની ખરીદી પર વધારે ડિસ્કાઉન્ટ આપી રહી છે અને ટ્રક ખરીદવા માટે સરળ શરતો પર લોન પણ આપી રહી છે. જેનુ મુખ્ય કારણ છે નવો નિયમ. જે નિયમ અનુસાર 1 જાન્યુઆરી થી બધા કોમર્શિયલ વાહનોમાં કેબિન એસી વાળી  તેમજ હવાની અવરજવર સારી રીતે થઈ શકે તેવી વ્યવસ્થા કરવાની રહેશે.

નવા નિયમ અનુસાર વાહનો આવતા તેની કિંમત પણ વધી જશે. વિશ્લેષકો જણાવે છે કે વધારે મળી રહેલા ડિસ્કાઉન્ટને ધ્યાને લઈને ટ્રાન્સપોર્ટ કંપનીઓ વધારે ટ્રક ખરીદી લેશે તો બીનજરૂરી પરીવહન ક્ષમતા વધી જશે. છેલ્લા બે વર્ષથી ટ્રક બજારમાં ભાવ ઘટાડો કરવો તે સામાન્ય વાત છે અને ડિસેમ્બરમાં ભાવ થોડાક વધુ ઘટી જાય છે. પરંતુ આ વર્ષે આપવામાં આવનાર ડિસ્કાઉન્ટ ભારે ચોકાવનાર છે. ટ્રાન્સ્પોર્ટ કંપનીના માલિકો અને વિશ્લેષકો જણાવી રહ્યા  છે કે વધારે વજનની ક્ષમતા ધરાવતા ટ્રકો પર 15 થી 20 ટકા ની છૂટ આપવામાં આવી રહી છે. ટ્રક ઓપરેટરો પણ આ તકનો ફાયદો ઉઠાવી રહ્યા છે.

મુંબઈની જાણીતી રોડવેઝ પ્રાઈવેટ લિમિટેડે 40 ટ્રકની ખરીદી કરી છે અને તેને દરેક ટ્રક પર 15 ટકા સુધીનુ ડિસ્કાઉન્ટ મળ્યુ છે.ટ્રક ખરીદવામાં   મળી રહેલી સરળ શરતો પરની લોન પણ ટ્રકનુ વેચાણ વધવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. વાહન ઉત્પાદકોનુ સંગઠન સાયમના જણાવ્યા અનુસાર એપ્રિલ થી નવેમ્બર 2017 સુધીમાં ટ્રઓનુ વેચાણ વાર્ષિક 7 ટકા વધીને 1,61,774 થયુ છે.

Related posts

મોદીની વાપસીથી શેર માર્કેટ પણ જોશમાં, સેન્સેક્સ અને નિફ્ટીમાં આટલા પોઈન્ટનો ઉછાળો

Bansari

સેન્સેક્સ 40000 અને નિફટીમાં 12000ના નવા વિક્રમની રચના

Dharika Jansari

નાના ખેડૂતોની સંખ્યા 20 વર્ષમાં 100 %વધી, પાયમાલ થતી ખેતીથી હિજરત વધી

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!