GSTV
Gujarat Government Advertisement

IND vs AUS: દેશ માટે પહેલી સિરીઝ જીતવી આ બોલર માટે યાદગાર રહી, લખી ઇમોશનલ પોસ્ટ

સિરીઝ

Last Updated on December 8, 2020 by Bansari

ભારતના નવોદિત ઝડપી બોલર ટી. નટરાજને અત્યંત પ્રભાવશાળી બોલિંગ કરી હતી અને ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સિરીઝમાં ભારતને જીતવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ અંગે નટરાજનનું કહેવું છે કે તેના માટે આ સિરીઝ યાદગાર અને ખાસ રહી છે.તામિલનાડુના 29 વર્ષીય ઝડપી બોલરે બીજી ટી20માં બે વિકેટ લીધી હતી. ભારતે એ મેચમાં છ વિકેટે વિજય હાંસલ કરીને ત્રણ મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ હાંસલ કરી લીધી હતી.

સિરીઝ જીત્યા બાદ નટરાજને ટ્વીટ કરીને જણાવી દિલની વાત

નટરાજને ટ્વિટર પર લખ્યું હતું કે મારા દેશ માટે સિરીઝ જીતવી મહત્વની છે અને આ પહેલી સિરીઝ હતી. હું પહેલી વાર ભારત માટે રમી રહ્યો હતો જેમાં ટીમને સફળતા મળી તે મારા માટે યાદગાર બની રહેશે.

ટી. નટરાજને બીજી મેચમાં ડી આર્સી શોર્ટ અને મોઇઝીસ હેનરિક્સની વિકેટ લીધી હતી. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડની વિકેટ બેટ્સમેનને મદદરૂપ થતી હતી. એક તકફ રનના ઢગલા થતાં હતા ત્યારે નટરાજને બે મહત્વની વિકેટ લીધી હતી.

સિરીઝ

મેન ઓફ ધ મેચ બનેલા હાર્દિક પંડ્યાએ પણ મેચ બાદ કબૂલ્યું હતું કે આ પ્રકારની પિચ ઉપર નટરાજને અદભૂત બોલિંગ કરી હતી અને મેન ઓફ ધ મેચનો અસલી હકદાર તો નટરાજન જ હતો.

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઝડપી બોલર અને આ સિરીઝમાં કોમેન્ટરી આપી રહેલા ગ્લેન મેકગ્રાએ પણ નટરાજનની પ્રશંસા કરી હતી. તેણે તામિલનાડુના આ બોલરને ભારત માટે આ પ્રવાસની શ્રેષ્ઠ શોધ ગણાવ્યો હતો.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વિચિત્ર લગ્ન/ કરોડપતિ મહિલાએ ડોલ્ફિન સાથે કર્યા લગ્ન, હવે પતિના મૃત્યુ પછી વિધવા બની જીવી રહી છે.

Damini Patel

કામની વાત: મોદી સરકારે જવેલર્સને આપી મોટી રાહત, ગોલ્ડથી પણ ચૂકવી શકાશે લોનની રકમ

Pritesh Mehta

સરકારની ખોખલી વાતો: ઓનલાઈન શિક્ષણ શું હોય તે આદિવાસી પટ્ટાના વિદ્યાર્થીઓને ખબર પણ નથી, ઝાડ પર બેસીને કરે છે અભ્યાસ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!