GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

અભિનંદનને તોડવાના પૂરતા પ્રયાસ કર્યા છતાં પાકના નાપાક ઇરાદાઓ સામે ઝૂક્યો નહી આ જાંબાઝ

Indian Air Force's wing commander

 વિંગ કમાન્ડર અભિનંદને વાઘા બોર્ડરથી શુક્રવારે રાતે ભારતમાં એન્ટ્રી કરી હતીં. વાઘા બોર્ડર પર અભિનંદનના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો હાજર હતાં. જણાવી દઇએ કે પ્લેન ક્રેશ થયા બાદ પાકિસ્તાનમાં ફસાઇ ગયેલા વાયુસેનાના જાબાંઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન શુક્રવારે રાત્રે આશરે 9.30 વાગ્યે ભારત પરત ફર્યા. હિરાસતમાં લીધા બાદ પાકિસ્તાને તેને મુક્ત કરવાનો નિર્ણય લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ સુધી પાકિસ્તાનની કેદમાં રહ્યાં છતાં પાકિસ્તાની સેના અને આઇએસઆઇએ અનેક વાર પ્રતાડિત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ દેશનો આ વીર જવાન ઝુક્યો નહી. રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાની સેના અને આઇએસઆઇના અધિકારી સતત પ્રયાસ કરતાં રહ્યાં કે વિંગ કમાન્ડર તૂટી જાય અથવા પોતાની મુક્તિ માટે ભીખ માંગે તો સૌપ્રથમ તેનો એક વીડિયો બનાવવામા આવે. પાકિસ્તની સેના અને આઇએસઆઇએ તેને બેથી ત્રણ વાર અલગ અલગ રીતે વીડિયો લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તે પોતના નાપાક ઇરાદાઓમાં સફળ ન થઇ શક્યાં.

પોતાના મજબૂત ઇરાદાઓ અને બહાદુરીના દમ પર અભિનંદને વાયુસેના અથવા દેશ સાથે સંબંદિત કોઇપણ રહસ્ય પાકિસ્તાનને ન જણાવ્યું. પાકિસ્તાની સેના અને આઇએસઆઇના કમાંડર અભિનંદન પર પરિવારથી લઇને અનેક પ્રકારના દબાણ કરી રહ્યાં હતાં પરંતુ અભિનંદન કોઇપણ રીતે ઝુક્યો નહી.

જણાવી દઇએ કે વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારની રાતે 9.25 મિનિટે અટારી બોર્ડર પરથી ભારત પરત ફર્યા. અભિનંદનની વાપસી પર દેશભરમા જશ્નનો માહોલ જોવા મળ્યો. જણાવી દઇ કે આતંકી હુમલા બાદ ભારતે તંકવાદીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરતાં પાકિસ્તાનના બાલાકોટમાં ઘુસીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો. ભારતના મિરાજ 2000 લડાકૂ વિમાન દ્વરા કરવામાં આવેલા હુમલામાં સેંકડો આતંકવાદીઓના મોત થયાં હોવાની ખબર છે. આ હુમલા બાદ પાકિસ્તાને ભારતીય સીમામાં ઘુસવાનું દુસ્સાહસ કર્યુ હતું.

Read Also

Related posts

કોરોનાની મહામારીમાં અમદાવાદની કેન્સર હોસ્પિટલમાં ડોક્ટરોએ વિશ્વની સૌથી મોટી અને જટિલ સર્જરી કરી બાળકની જિંદગી બચાવી

Nilesh Jethva

એક જ પરિવારના 25 લોકો કોરોના સંક્રમિત થયા મચ્યો હડકંપ, DM એ આપ્યો આ ઓર્ડર

Ankita Trada

ગેંગસ્ટર વિકાસ દુબેનો મોટો પુત્ર વિદેશથી MBBSનો અભ્યાસ કરીને લખનૌ પરત ફર્યો

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!