GSTV
Home » News » પાકિસ્તાની એફ-16ને તોડી પાડનાર અભિનંદન પાછા ફર્યા કામ પર, આ જગ્યાએ મળ્યું પોસ્ટિંગ

પાકિસ્તાની એફ-16ને તોડી પાડનાર અભિનંદન પાછા ફર્યા કામ પર, આ જગ્યાએ મળ્યું પોસ્ટિંગ

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને રાજસ્થાનના સૂરતગઢ વાયુસેના બેઝ પર પહેલું પોસ્ટિંગ મળી ગયું છે. પાકિસ્તાનથી પાછા ફર્યા બાદનું આ પહેલું પોસ્ટિંગ છે. 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાની સેનાએ તેમને બંધક બનાવ્યા હતા અને 60. કલાક બાદ તેઓ સ્વદેશ પાછા ફર્યા હતા.

શનિવારે તેઓ પાછા ડ્યૂટી પર હાજર થઈ ગયા. આ પહેલાં પણ તેમનું રાજસ્થાનમાં પોસ્ટિંગ થઈ ચૂક્યું છે. એ સમયે તેમને બીકાનેરમાં પોસ્ટિંગ મળ્યું હતું. પૂર્વ વાયુસેના અધિકારીના દીકરા અભિનંદન પિતાની પોસ્ટિંગ દરમિયાન અહીં જ ભણ્યા હતા.

જોકે એરફોર્સ દ્વારા આ બાબતે કઈંજ કહેવામાં આવ્યું નથી. એક અધિકારીએ કહ્યું, ‘બધી જ ડિફેન્સ પોસ્ટિંગ ગોપનીય હોય છે અને અમે માત્ર એટલું જ કહી શકીએ છીએ કે, અભિનંદનનું પોસ્ટિંગ રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે. આનાથી વધારે કઈંજ ન કહી શકાય.’

તો સૂરતગઢના સ્થાનીક સૂત્રોના જણાવ્યા અનુસાર, અભિનંદન વાયુસેનાના સ્ટેશન પર આવ્યા હતા. એક અધિકારીએ કહ્યું, ‘સૂરતગઢ એર બેઝમાં મિગ-21 બાઇસન વિમાન છે અને અત્યારે એવું કઈં નક્કી નથી કે, અભિનંદનને એ વિમાન ઉડાડવાની તક મળશે કે નહીં. કારણકે પ્રોટોકોલ અનુસાર પાયલટ વિમાનથી ઇજેક્ટ (વિમાનમાંથી કૂદે) ત્યારબાદ તેમને ગ્રાઉન્ડિડ કરી દેવામાં આવે છે. જોકે અભિનંદનની બાબતને અલગ રીતે જોઇ શકાય છે.’

થોડાં અઠવાડિયાં પહેલાં જ તેમનો એક વિડીયો આવ્યો હતો, જેમાં અભિનંદન જમ્મૂ-કશ્મીરમાં સાથી સૈનિકો સાથે ફોટો પડાવી રહ્યા હતા. સાથીઓમાં ફોટો લેવા પડાપડી થઈ રહી હતી. આ વિડીયોમાં અભિનંદન સાથીઓ સાથે એરફોર્સના યુનિફોર્મમાં જોવા મળ્યા હતા અને તેમની મૂછો પહેલાં કરતાં પણ વધારે મોટી થઈ ગઈ હતી.

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!