જ્યાં નજર નાંખો ત્યાં અભિનંદનનો છે ક્રેઝ, મૂંછોથી લઇને તરબૂચ સુધી વિંગ કમાન્ડરનો છે દબદબો

abhinandan craze

ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદનના શૌર્યના ચર્ચા દુનિયાભરમાં થઇ રહ્યાં છે. પાકિસ્તાનના F-16 લડાકૂ વિમાનને ફક્ત 86 સેકેન્ડમાં ધ્વસ્ત કરનાર અભિનંદન જ્યારથી પાકિસ્તાનની ચંગૂલમાંથી નીકળીને ભારત પરત આવ્યાં છે, ત્યારથી દરેક જગ્યાએ તેનો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

તરબૂચમાં અભિનંદન

નવી દિલ્હી ખાતે આયોજિત 14મી ભારતીય પાક કલા 2019માં દિલ્હીના શેફ જીતેન્દ્ર સિંહે તરબૂચ પર વિંગ કમાન્ડર અભિનંદનના ચહેરાની આકૃતિનું નક્શીકામ કર્યુ. તેમાં તેણે સાથે જય હિન્દ પણ લખ્યુ. તરબૂચમાં આ નકશીકામને જોઇને સૌકોઇ દંગ રહી ગયા હતા.

સીટી બસમાં પણ વિંગ કમાન્ડર

બેંગલોરમાં બોન્ડલ અને મંગલદેવી વચ્ચે 14ડી પર દોડતી સીટી બસમાં ‘વી સેલ્યુટ ઇન્ડિયન આર્મી’ની સાથે વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનની તસવીર લગાવવામાં આવી. બસના માલિક વિક્રમ શેટ્ટીએ જણાવ્યું કે આવું કરીને તે ભારતીય સેનાને સન્માન આપી રહ્યાં છે.

અભિનંદન સાથે દોડ

તિરુવનંતપુરમના આર એસ વિનોદ લાંબા અંતરના રનર છે. તેમણે સચિવાલયના ત્રણ ચક્કર લગાવીને એકતાનો સંદેશ આપ્યો. તેમણે પોતાના ગળામા અભિનંદનની તસવીર લટકાવી. આરએસ વિનોદે ભારતીય સેના અને આઇએએફ પાયલટ અભિનંદનને અભિનંદન આપ્યા.

મૂંછે હો તો….

32 વર્ષીય સેલ્સમેન મોહમ્મદ ચાંદે વિંગ કમાન્ડર સ્ટાઇલમાં પોતાની મૂંછો કપાવી છે. અભિનંદન સ્ટાઇલ મૂંછો રાખવાનું ચલણ યુવાનોમાં વધી રહ્યું છે. ઘણાં યુવાનો અભિનંદનની જેમ મૂંછો રાખી રહ્યાં છે અને તેમનું કહેવું છે કે વિંગ કમાન્ડરનું અનુસરણ કરવું તેમના માટે ગૌરવની વાત છે.

બાળકનું નામ રાખ્યુ અભિનંદન

જયપુરના મહિલા ચિકિત્સાલયમા એક મહિલા વિમલેશ બેંદરાએ નવજાતને જન્મ આપ્યો. તેમણે પોતાના બાળકનું નામ વિંગ કમાન્ડરના નામ પર અભિનંદન રાખ્યું.

રેસ્ટોરન્ટમાં અભિનંદનનું કેરિકેચર

તિરુવનંતપુરમની એક રેસ્ટોરન્ટની અંદર વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનું સ્વાગત કરતાં એક કેરિકેચર બનાવામાં આવ્યું છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter