GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

આજથી બંધ થઈ જશે Windows 7, આ 7 સ્ટેપથી મફતમાં મેળવો Windows 10

માઇક્રોસોફ્ટ પોતાના વિન્ડોઝ 7 માટે 14 જાન્યુઆરી 2020થી સપોર્ટ બંધ કરી રહ્યું છે. આનો મતલબ છે કે, કાલથી વિન્ડોઝ 7 ઉપર ચાલી રહેલા પીસી અને લેપટોપને બગ ફિક્સ (bug fix), સિક્યોરિટી પૈચ (security patch) અંગે કોઈ નવું અપડેટ નહીં મળે. આવનારા સમયમાં માઈક્રોસોફ્ટ સંપૂર્ણ પણે વિન્ડોઝ 10 ઉપર ફોક્સ કરવા માંગે છે. કંપની વિન્ડોઝ 10 માટે નવું ફિચર્સ, સિક્યોરિટી અપડેટ્સ પેચેઝ અને પરફોર્મન્સ બૂસ્ટ કરવાના કામ કરવા ઉપર ધ્યાન આપશે.

ઉલ્લેખનીય છે કે, માઈક્રોસોફ્ટે ફ્રી વિન્ડોઝ 10 અપગ્રેડ કરવાની વાત કરી નથી. પરંતુ યુઝર્સને આને ખરીદવાની સલાહ આપી છે. પરંતુ એવી રીત છે જેનાથી મફતમાં windows 10 અપગ્રેડ કરી શકીએ છીએ.

Step 1:- આના માટે સૌથી પહેલા Window 10 ડાઉનલોડ પેજ ઉપર જાઓ

Step 2:- પેજ ઉપર તમને ‘Download Tool now’નો ઓપ્શન મળશે, એના ઉપર ક્લિક કરો. ત્યારબાદ Windows 10 Media Creation Toolને ડાઉનલોડ કરો.

Step 3:- હવે Media Creation Toolને રન કરીને લાઈસન્સને ‘Accept’કરો.

Step 4:- ત્યારબાદ ‘upgrade this PC now’ ઉપર ક્લિક કરો અને ‘Next’ બટન ઉપર ટેપ કરો.

Step 5:- હવે ‘Keep Personal file and Apps’ ઉપર ક્લિક કરો અને ‘Continue’ ઉપર ટેપ કરો.

Step 6:- Install ઓપ્શનના ક્લિક થવા ઉપર Windows 10 ઇન્સ્ટોલ થવું શરૂ થઈ જશે. ધ્યાન રહે કે આમા થોડો સમય લાગી શકે છે.

Step 7:- Windows 10નું ઇન્સ્ટોલેશન પુરું થયા પછી યુઝર્સને ઈન્ટરનેટથી કનેક્ટ કરવાનું રહેશે અને Settingsમાં જઈને પછી Windows Update ઉપર ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ તમારે કમ્પ્યુટર/લેપટોપ ડિઝિટલ લાઈસન્સને એક્ટિવેટ કરવાનું રહેશે.

Note:- સૌથી જરૂરી વાત ધ્યાન રહે કે જો તમે લાઈસન્સ વગર કે વિન્ડોઝ 7ના ક્રેક વર્ઝનનો ઉપયોગ કરો છો તો મફતમાં Window 10 અપગ્રેડ કરવાની રીત કામ નહીં કરે.

Read Also

Related posts

હવે માણસોની ભાષા બોલશે સેક્સ રોબર્ટ, અહીં થઈ રહ્યુ છે ઉત્પાદન

Pravin Makwana

LICની આ પોલીસીમાં રોકાણ કરીને આપ વર્ષે 50 લાખ સુધીનું પેન્શન મેળવી શકશો, જીંદગીભર મળશે ફાયદો

Pravin Makwana

ITR ફાઈલ નહીં કરો તો ભરવો પડશે અધધ… દંડ, સાથે જ થઈ શકે છે જેલની સજા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!