GSTV
Home » News » વાયુ વાવાઝોડું ગુજરાતમાં સવારે 5 વાગ્યાથી ત્રાટકશે તો રવિવારે સાંજે દરિયામાં સમી જશે

વાયુ વાવાઝોડું ગુજરાતમાં સવારે 5 વાગ્યાથી ત્રાટકશે તો રવિવારે સાંજે દરિયામાં સમી જશે

ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડું ગુજરાતમાં સવારે 5 વાગ્યે દીવ, ઉના અને કોડિનારથી 165 કિમીની ઝડપે ત્રાટકશે. જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે દ્વારકાથી વાવાઝોડું દરિયા તરફ જશે.

storm signals

જ્યાં 16મીએ સાંજે સમુદ્રમાં આ વાવાઝોડું શમી જશે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે. આવી રીતે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે 48 કલાક સુધી ધમરોળશે અને 15મી દ્વારકાથી બહાર નીકળી સમુદ્રમાં જ સમાઈ જશે.165 કિમીની ઝડપે વાવાઝોડું ત્રાટકશે.

અરબી સમુદ્રમાં વેરાવળથી 340 કિમી દૂર વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. બપોરે 12 વાગ્યાની સ્થિતિએ windy.com મુજબ આ વાવાઝોડું ગુજરાતમાં સૌ પ્રથમ 13 જૂન વહેલી સવારે 3 વાગ્યે વલસાડને અસર કરીને 5 વાગ્યે 165 કિમીની ઝડપે દીવ, ઉના, વણાકબારા, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં પ્રવેશ કરશે.

સવારે 8 વાગ્યા સુધીમાં વેરાવળ, માંગરોલ અને માળિયામાં ત્રાટકશે. વેરાવળમાં અસર કરતુ વાવાઝોડું રાત્રે 8 વાગ્યે ફરી માંગરોલમાં ત્રાટકશે. ત્યારબાદ 14મીએ સવારે 3 વાગ્યે નવાબંદર, સવારે 5 વાગ્યે પોરબંદરમાં ત્રાટકશે. 14મી સાંજે 6 વાગ્યે વાવાઝોડું દ્વારકા પહોંચશે અને 15મીએ વહેલી સવારે 3 વાગ્યે ધીમે-ધીમે બહાર નીકળી જશે. અને આખરે આ વાવાઝોડું 16મીએ રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે.

સંભવિત ટાઈમ લાઈન

  • 12-06 સવારે 11 વાગ્યે મુંબઈ પહોંચ્યું, સૌરાષ્ટ્રથી 340 કિમી દૂર
  • 13-06 રાત્રે 3 વાગ્યે વલસાડ પહોંચશે
  • 13-06 સવારે 5 વાગ્યે 165 કિમીની ઝડપે- દીવ, ઉના, કોડિનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં ત્રાટકશે
  • 13-06 સવારે 8 વાગ્યે વેરાવળ, માંગરોળ, માળિયા પહોંચશે
  • 13-06 સવારે 11 વાગ્યે વેરાવળમાં અસર કરશે
  • 13-06 રાત્રે 8 વાગ્યે માંગરોળમાં ત્રાટકશે
  • 14-06 રાત્રે 12 વાગ્યે કડાચ પહોંચશે
  • 14-06 સવારે 3વાગ્યે નવા બંદર
  • 14-06 સાંજે 6 વાગ્યે દ્વારકા પ્રવેશશે
  • 15-06 રાત્રે 3 વાગ્યે દ્વારકાથી બહાર નીકળશે
  • 16-06 રવિવાર સાંજે સમુદ્રમાં શમી જશે

READ ALSO

Related posts

ભાવનગર કોર્પોરેશનનું કૌભાંડ, એગ્રીમેન્ટ કે ડીપોઝીટ વગર સોંપી દેવાયુ મલ્ટીલેવલ પાર્કિંગ

Mansi Patel

ફરી વિશ્વ મંદીની ઝપટે ચઢશે : અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર વકરવાના એંધાણ, ટ્રમ્પે આપી આ ધમકી

Bansari

રાજ્યની પ્રાથમિક શાળાનું વિલીનીકરણ મામલે જન જાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના સભ્યો શિક્ષણમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!