GSTV
Home » News » સાબરડેરીમાં પરિવર્તનનો પવન ફુંકાયો, જેઠા પટેલના સામ્રાજ્યનો અંત

સાબરડેરીમાં પરિવર્તનનો પવન ફુંકાયો, જેઠા પટેલના સામ્રાજ્યનો અંત

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દૂધ ઉત્પાદકોની જીવાદોરી સાબરડેરીમાં પરિવર્તનનો પવન ફૂંકાયો છે.અને સાબર ડેરીમાંથી જેઠાભાઈ પટેલના સામ્રાજ્યનો અંત આવ્યો છે. સાબરકાંઠા બેન્કના ચેરમેન પદે રહેલા મહેશભાઈ પટેલને સાબરડેરીના ચેરમેન પદની જવાબદારી મળી છે.

તો જયંતિ પટેલને વાઈસ ચેરમેન પદની જવાબદારી મળી છે. આજે સાબર ડેરીના ચેરમેન પદની ચૂંટણી યોજાઈ. અને સાબર ડેરીમાંથી જેઠાભાઈ પટેલના સામ્રાજ્યનો અંત આવતા ક્યાંકને ક્યાંક પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે. ડેરીના ચેરમેન પદ માટે ત્રણ લોકોએ ફોર્મ ભર્યા હતા.

જેમાંથી જેઠાભાઈ અને શામળભાઈ ફોર્મ પરત ખેંચ્યા હતા. અને મહેશ પટેલ ચેરમેન તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તો અરવલ્લીના વાઈસ ચેરમેન પદ જયંતિભાઈ પટેલ પણ બિનહરિફ જાહેર થયા છે.

READ ALSO

Related posts

કેશોદનાં તુવેર કૌભાંડમાં તપાસ શરૂ, ખેડૂતોએ પુરવઠા અધિકારીનો હુરીયો બોલાવ્યો

Riyaz Parmar

રાજ્યમાં મહીસાગરનાં કડાણા જળાશયમાં ફ્કત 52% પાણીનો જથ્થો

Path Shah

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar