ગજબ! Whatsapp યુઝર્સને મળશે 1.8 કરોડ રૂપિયા, આ રીતે મેળવો તકનો લાભ

ફેસબુકના સ્વામિત્વ વાળા વૉટ્સએપે ભારતમાં નાના વેપારીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા ગ્રાન્ડ ચેલેન્જની ઘોષણા કરી છે. આ ચેલેન્જ હેઠળ ભારતના ટૉપ 5 સ્ટાર્ટઅપને કંપની 2,50,000 ડૉલર એટલે કે કુલ 1.8 કરોડ રૂપિયા આપશે.

કંપનીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, પોતાના આઇડિયા અને બિઝનેસથી સામાજિક તથા આર્થિક સ્તરમાં દરરોજ આવતી સમસ્યાઓને દૂર કરનારા સ્ટાર્ટઅપને આ ચેલેન્જ માટે આમંત્રિત કરવામાં આવે છે. આ ચેલેન્જમાં 10 માર્ચ સુધી અરજી કરી શકાશે.

જણાવી દઇએ કે દુનિયાભરમાં વૉટ્સએપ યુઝર્સની સંખ્યા 1.3 અરબ છે. જેમાં આશરે 20 કરોડ યુઝર્સ ફક્ત ભારતમાં છે. તેવામાં કમપની ભારતમાં પોતાના બિઝનેસ વિસ્તારને લઇ ગંભીર છે.

ભારતમાં વૉટ્સએપની લોકપ્રિયતાનો અંદાજ તે જ વાતથી લગાવી સકાય છે કે 1 વર્ષથી પણ ઓછા સમયમાં વૉટ્સએપ બિઝનેસ એપને 50 લાખથી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે.

જો તમે પણ વૉટ્સએપના સ્ટાર્ટઅપ ઇન્ડિયા ચેલેન્જમાં ભાગ લેવા માગતા હોય તો તમે આ લિંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.

રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter