GSTV
Auto & Tech Trending

વળતા પાણી? / મોટા પાયે કર્મીઓને ઘરભેગા કર્યા બાદ ફેસબુક છોડશે ઝકરબર્ગ?, કંપનીએ આપ્યો આ જવાબ

એક બાજુ ભારત સહિત વિશ્વના દેશોમાં ફુગાવાનો દર વધી રહ્યો છે ત્યાં બીજી બાજુ દિગ્ગજ ટેક કંપનીઓ છેલ્લા કેટલાક સમયથી મોટા પાયે છટણી કરી છે જેમાં ફેસબુક, ટ્વિટર પર બાકાત નથી. આ સ્થિતિ વચ્ચે એવા અહેવાલ વહેતા થયા હતા કે, ફેસબુક-મેટા કંપનીના માલિક માર્ક ઝકરબર્ગ પોતાના પદ પરથી આગામી વર્ષે રાજીનામું આપશે પરિણામે મેટાએ આ અહેવાલને પાયાવિહોણા ગણાવ્યા છે.

માર્ક ઝકરબર્ગ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની માલિકી ધરાવતી કંપની મેટાના સીઇઓ છે. મેટાના પ્રવક્તાએ ટ્વીટ કરીને કહ્યું છે કે ઝકરબર્ગના રાજીનામાની વાત ખોટી છે. The Leaksએ માહિતી આપી હતી કે વર્ષ 2023માં માર્ક ઝકરબર્ગ પોતાના પદ પરથી રાજીનામું આપશે. અહેવાલમાં અનામી સ્ત્રોતોને ટાંકવામાં આવ્યા છે.

11 હજાર કર્મચારીઓની કરી હતી છટણી

ઉલ્લેખનીય છે કે, મેટા છેલ્લા કેટલાક સમયથી આવક અને જાહેરાતો સાથે સંઘર્ષ કરી રહી છે. કંપનીએ હાલમાં જ 11,000 કર્મચારીઓને ઘર ભેગા કરી દીધા છે. આ માહિતી ખુદ માર્ક ઝકરબર્ગે આપી હતી. કંપનીએ ખર્ચમાં વધારાનું કારણ આપીને કર્મચારીઓને બહારનો માર્ગ બતાવ્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે, ડિજિટલ એડવર્ટાઇઝિંગની આવકમાં તીવ્ર મંદીને કારણે કંપનીએ આ પગલું ભરવું પડ્યું છે તેમ માર્ક માર્ક ઝકરબર્ગ કહ્યું હતું.

READ ALSO

Related posts

દેશમાં ૨૦૧૩થી નોટાનો ઉપયોગ શરુ થયો, મતદાતાને કોઈ ઉમેદવાર ન ગમે તો ‘નોટા’નું બટન દબાવીને પણ કરે છે મતદાન  

HARSHAD PATEL

Russia-Ukraine War: ઝેલેન્સકીએ મસ્કને તેમના યુદ્ધગ્રસ્ત દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું

Padma Patel

દોઢ માસથી ૪૦૦૦થી વધુ સભા-રેલીઓમાં એકંદરે નિરસ ચૂંટણી પ્રચાર, સૌરાષ્ટ્રની ૪૮ બેઠકોના ૪૫૨ ઉમેદવારોનું ભાવિ ૧.૨૭ કરોડ મતદારોના હાથમાં

HARSHAD PATEL
GSTV