GSTV
ANDAR NI VAT News Trending World

રશિયા સામેનું યુદ્ધ યુક્રેન પશ્ચિમી દેશોના હથિયારથી જીતશે?

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને આવતા મહિને એક વર્ષ થઈ જશે. પશ્ર્ચિમી દેશોની આર્થિકની સાથે જ હથિયારોની મદદથી યુક્રેન સતત રશિયાને હંફાવી રહ્યું છે.

યુદ્ધમાં પશ્ચિમી દેશોએ યુક્રેનને હથિયારોની સાથે જ અનેક પ્રકારના સામાનની મદદ કરી છે. લગભગ 30 દેશોએ મોટા પ્રમાણમાં યુદ્ધના હથિયાર અને મિલિટ્રી સાધનો યુક્રેનને પૂરા પાડ્યાં છે. આ અઠવાડિયામાં જ અમેરિકાએ યુક્રેનને બખ્તરબંદ ગાડીઓ સહિત બે અરબ ડોલરની પણ મદદ કરી છે. ટૂંક સમયમાં બ્રિટનનું “ચેલેન્જર -2 ટેંક” અને જર્મનીનું “લેપેર્ડ 2 ટેંક” મળવાનું છે. તો અમેરિકાની “પેટ્રિયન લોન્ચર “ મિસાઈલની સાથે લાંબી રેંજનું રોકેટ લોન્ચર પણ આપવાનું છે.

અંદરની વાત મુજબ યુદ્ધ શરૂ થયું ત્યારે રશિયા સામે ટચુકડું યુક્રેન બહુ જલદી ધૂંટણિયા ટેકી દેશે એવું લાગતું હતું. પરંતુ યુદ્ધના મેદાનમાં યુક્રેન અડીખમ ઊભું રહ્યું છે. રશિયાના રાષ્ટ્રધ્યક્ષ પુતિનને ઝુકાવવા અને તેમની દાદાગીરીને જવાબ આપવા માટે અમેરિકા સહિતના પશ્ર્ચિમી દેશો યુક્રેનને મોટા પ્રમાણમાં હથિયારોની મદદ કરી રહ્યા છે.

READ ALSO

Related posts

તૂટેલા દાંતવાળી કોમેડી સર્કસની નાનકડી ગંગુબાઇ યાદ છે ? ફોટો જોઇને ઓળખી પણ શકશો નહી

Vishvesh Dave

લંડનમાં ખાલિસ્તાનના વિરોધમાં હજારો ભારતીયો તિરંગો લઈને ભારતીય દૂતાવાસ બહાર ઉમટી પડ્યાં, બ્રિટિશ પોલીસકર્મીઓએ પણ ‘જય હો’ પર કર્યો ડાન્સ

Nakulsinh Gohil

Breaking: દિલ્હી-NCRમાં અનુભવાયા ભૂકંપના ઝટકા, ઘણી વખત સુધી હલી ધરતી

GSTV Web News Desk
GSTV