GSTV

ઇરાન-અમેરિકા વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળશે? ટ્રમ્પે સાઉદીમાં સૈન્ય ખડકતા વિશ્વનાં શ્વાસ અદ્ધર

ઇરાન અને અમેરિકા વચ્ચે ફરી એક વખત યુદ્ધના ભણકારા વાગતા સમગ્ર વિશ્વના શ્વાસ અદ્ધર થઇ ગયા છે. અમેરિકાની ધમકીઓ સામે ઝૂકવાને બદલે ઇરાને સામા હાકલાપડકારા કરતા બંને દેશો વચ્ચે તણાવ વધ્યો છે. આવા સંજોગોમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયામાં સૈન્ય ખડકી દીધું છે. અમેરિકાએ વધુ એક હજાર સૈનિકો સાઉદીમાં તૈનાત કરવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ઇરાન અને અમેરિકા વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

united states iran

છેલ્લા ઘણા સમયથી અમેરિકા અને ઇરાન વચ્ચે તંગદિલીભર્યા સંબંધો પ્રવર્તી રહ્યા છે, પરંતુ બન્ને દેશોએ સમાધાનને બદલે એકબીજાને ધમકીઓ આપવાનું વલણ ચાલુ રાખવા હવે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ટ્રમ્પે સાઉદી અરેબિયામાં સૈન્યનો ઢગલો કર્યો

ઇરાને અમેરિકા બાદ હવે તેમના ખાસ સાથીદાર બ્રિટનનું જહાજ કબજે કરી આકરા તેવર સ્પષ્ટ કર્યા છે. ત્યારે ઈરાન પર ભીંસ વધારવા માટે હવે અમેરિકાએ સાઉદી અરેબિયાનો સાથ લીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સાઉદી અરેબિયામાં સેના ખડકી દીધી છે. અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોને જણાવ્યું હતું કે સાઉદી અરેબિયામાં 500 સૈનિકો તૈનાત કરાયા છે. મધ્ય-પૂર્વના વિવિધ દેશોમાં પહેલેથી જ અમેરિકી સૈનિકો તૈનાત છે. પરંતુ હવે અમેરિકા દ્વારા નવા 1000 સૈનિકો મોકલાયા છે. સાઉદી અરેબિયામાં અમેરિકાના સૈનિકો વધવાથી ફાઈટર વિમાનો અને અન્ય હથિયારોનો જમાવડો પણ થશે. અમેરિકાએ તેમના સૈન્યના ખડકલા માટે સાઉદીના અલ-ખારજ શહેર પાસે આવેલું પ્રિન્સ સુલતાન એર બેઝ પસંદ કર્યું છે.

Iran threat america

અમેરિકા અને ઈરાન વચ્ચે આ કારણે તણાવની સ્થિતિ

જો કે સાઉદી અરેબિયામાં અમેરિકન સૈન્યની હાજરીનો આ પહેલો કિસ્સો નથી. વર્ષ 1991ના અમેરિકા અને ઇરાક વચ્ચેના ગલ્ફ વોર વખતે અમેરિકી સૈન્ય સાઉદી અરેબિયામાં ખડકાયું હતું. એ પછી વર્ષ 2003 સુધી અમેરિકી સૈન્ય ત્યાં રહ્યું હતું. પરંતુ એ પછી અમેરિકા અને સાઉદી વચ્ચે તનાવ વધતા સૈન્ય હટાવી લેવાયું હતું. પરંતુ હવે 16 વર્ષે ફરીથી અમેરિકા અને સાઉદી અરેબિયા વચ્ચે સૈન્ય સંધિ થઈ રહી છે. મહત્વનું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે ઘણા સમયથી પરમાણુ કાર્યક્રમ મુદ્દે તણાવ પ્રવર્તી રહ્યો છે. આવા સંજોગોમાં સાઉદીમાં અમેરિકી સૈન્ય ખડકાવાને કારણે બન્ને દેશો વચ્ચે ફરી યુદ્ધની સ્થિતિ ઉભી થઇ છે.

READ ALSO

Related posts

ભારતના ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

મોટા સમાચાર / FTII સોસાયટીના નવા અધ્યક્ષ બન્યા શેખર કપુર

Mansi Patel

શું ભારતમાંથી વિતી ચુક્યું છે કોવિડ-19નું ચરમ, જાણો શું કહે છે આંકડા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!