GSTV
Home » News » શિખર સંમેલનમાં USની નીતિઓ વિશે થશે વિચાર , ભારત રશિયા અને ચીન શું દર્શાવશે વિરોધ ?

શિખર સંમેલનમાં USની નીતિઓ વિશે થશે વિચાર , ભારત રશિયા અને ચીન શું દર્શાવશે વિરોધ ?

ભારત કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં 13-14 તારીખે થનાર SCO એટલે કે શંધાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનના શિખર સંમેલનમાં અમેરિકાની સંરક્ષણ નીતિઓ વિરુદ્ધ ચીન અને રુસ સાથે પોતાનો વિરોધ નોંધાવે તેવી સંભાવના જણાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં સાઉથ એશિયાથી બહારના દેશોને સાથે સહયોગ વધવારવા તેમની આ પ્રથમ વિદેશયાત્રા રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ એસસીઓના બીજા સભ્ય દેશો સાથે આ ત્રણ દેશોના મુખ્ય નેતાઓ બે દિવસીય શિખર સંમેલનમાં નિયમો પર આધારિત નવા પ્રકારની વ્યાપાર વ્યવસ્થા લાગુ કરવા પર ભાર મૂકી શકે છે. તેમના મુજબ અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલ ટ્રેડ વોર અને ગ્લોબલ ઇકોનોમી પર તેની અસર શિખર સંમેલનમાં ચર્ચાનો મુખ્ય વિષયોમાંની એક રહેશે. ચીન અમેરિકાની સંરક્ષણવાદી વ્યાપારિક નીતિઓ વિરુદ્ધ સમર્થન પર સહમતિ માટે રુસ અને SCOના બીજા સભ્ય દેશો સાથે ભારતની સાથે મેલમેળાપ વધારી રહ્યા છે.

પ્રધાનમંત્રી મોદી શિખર સંમેલન દરમ્યાન સેંટ્રલ એશિયાના બીજા દેશોના મુખ્ય નેતાઓ સિવાય ચીન અને રુસના પ્રેસિડેંટ સાથે અલગથી દ્વિપક્ષીય વાર્તા કરશે. SCO શિખર સંમેલનમાં મોદી રુસ અને ચીનના પ્રેસિડેંટ અને અન્ય સભ્ય દેશોના ટોચના નેતાઓને મળશે. SCO માં નવા પ્રકારની ગ્લોબલ ઇકોનોમી બનાવવાના ઉદેશ્યથી સક્રિયપણે સહયોગ કરવા અને સમાવેશી, પારદર્શી તેમજ ભેદભાવ વગરની અને નિયમો પર આધારિત બહુપક્ષીય વેપાર વ્યવસ્થાને મજબૂત બનાવવા અને એકતરફી સંરક્ષણવાદી નીતિ અપનાવવા અંગે સંયુક્તરીતે વિરોધ કરવાની અપીલ કરશે.

હાલમાં ભારત ટ્રંપની કેટલીક નીતિઓથી નાખુશ છે. ભારત પાસેથી GSPની સુવિધા ત્યારે લેવામાં આવી જ્યારે નરેન્દ્ર મોદી બીજી વખત પ્રધાનમંત્રી પદની શપથ લઈ રહ્યા હતા. આ નવી સરકારનો મૂડ ખરાબ કરનાર ઘટના હતી. અમેરિકી સરકાર પોતાની કંપનીઓને ભારતમાં વેપાર કરવામાં સરળતા રહે માટે સરકાર પર દબાણ વધારતી રહી છે. જો કે અમેરિકી સેક્રેટરી જણાવે છે કે ટ્રંપ સરકાર ભારત સાથે બનેલ વ્યાપારિક અસંતુલનને દૂર કરવા માંગે છે.

READ ALSO

Related posts

UNમાં ચીન ભારત માટે બે મોઢાળો સાપ સાબિત થયું, પાકિસ્તાનને સાથ આપી ભારતને આતંકનો શિકાર બતાવ્યું

NIsha Patel

ક્યાંથી આવ્યા પૈસા ? કર્ણાટક કોંગ્રેસના જે ધારાસભ્યએ રાજીનામું આપ્યું હતું તેણે હવે ખરીદી 11 કરોડની કાર!

Bansari

હનીપ્રીતની યાદમાં જેલમાં ધ્રુસકે-ધ્રુસકે રડ્યા રામ રહીમ, પૂછતાં આપ્યો કઈંક આવો જવાબ…

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!