GSTV
Home » News » મમતા સરકાર પણ સંકટના વાદળ છવાયા, ભાજપે ઘરભેગા કરવાની કરી તૈયારી

મમતા સરકાર પણ સંકટના વાદળ છવાયા, ભાજપે ઘરભેગા કરવાની કરી તૈયારી

લોકસભાની ચૂંટણીમાં પશ્વિમ બંગાળમાં ભાજપે મમતા બેનરજીનાં ગઢમાં પાડેલા ગાબડા બાદ મમતા સરકાર પર નવા સંકટના વાદળ છવાયા છે. પશ્વિમ બંગાળની બૈરકપુર લોકસભા બેઠર પરથી જીત હાંસલ કરનાર ભાજપના નેતા અર્જુનસિંહે દાવો કર્યો કે, 90 દિવસમાં મમતા બેનર્જીની સરકાર ભાંગી પડવાની છે.

બંગાળમાં ટીએમસીનાં અનેક ધારાસભ્યો અને સાંસદો અમારા સંપર્કમાં છે. જેથી આગામી ત્રણ માસમાં પશ્વિમ બંગાળમાં ફરીવાર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ પહેલા પીએમ મોદીએ પશ્વિમ બંગાળમાં એક જનસભામાં જણાવ્યુ હતુ કે, ટીએમસીની હમેશા માટે વિદાય થવાની છે. પશ્વિમ બંગાળના અનેક ધારાસભ્યો ભાજપના સંપર્કમા છે.  બંગાળમાં દીદીના દિવસો હવે પુરા થયા છે. મહત્વપૂર્ણ છે કે, 2014માં બે બેઠક પર જીત મેળવનાર ભાજપે 2019માં સારૂ પ્રદર્શન કર્યુ છે.

બંગાળમાં તૃણમુલને નુકસાન પહોંચાડતા ભાજપે 18 લોકસભા બેઠકો પર જીત હાંસલ કરી છે. 2014માં માત્ર એક સીટ જીતનાર ભાજપે 18 સીટો જીતને દીદીની ઉંઘ ઉડાડી દીધી છે.ગત વખતે ટીએમસીએ 34 સીટો પર જીતનો પરકચમ લહેરાવ્યો હતો. તેમાંથી આ વખતે 22 સીટો જીતીને સંતોષ માનવો પડ્યો છે.જ્યારે બે સીટો અન્યોનાં ખાતામાં ગઇ છે. ભાજપ પ્રમુખ અમિત શાહે બંગાળમાં 23 સીટો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો હતો.જેમાં તેઓ મહત્તમ સફળ નિવડ્યા છે.

READ ALSO

Related posts

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે આ દિગ્ગજ લોકો પણ આવશે ભારત પ્રવાસે

Nilesh Jethva

રામમંદિર માટે કેન્દ્રએ આપ્યું એક રૂપિયાનું શૂકનવંતુ દાન, આ રૂપિયાથી જ બેંકમાં ખાતુ ખુલશે

Pravin Makwana

ચંદન તસ્કરી માટે કુખ્યાત બનેલા વીરપ્પનની દિકરી ભાજપમાં જોડાઈ, કહ્યું…ગરીબો માટે કામ કરીશ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!