GSTV

Cryptocurrency / શું ક્રિપ્ટોકરન્સી પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દેશે સરકાર? કરવામાં આવી રહી છે આ માંગ

ક્રિપ્ટોકરન્સી

Last Updated on November 24, 2021 by Zainul Ansari

તાજેતરમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સી વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. દેશમાં કોઈપણ કાયદાકીય દેખરેખ વિના તેનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે, પરંતુ હવે સરકાર ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરવા માટે કાયદો લાવવા માંગે છે. ભારત સરકાર બહુ ઝડપથી દેશમાં તમામ પ્રકારની ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે.

ક્રિપ્ટોકરન્સી

આ તમામ વાત સંસદમાં ‘ધ ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઑફ ઑફિશિયલ ડિજિટલ કરન્સી બિલ, 2021’ બિલ આવ્યા બાદ જ માલુમ પડશે. આ ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા બિલનું નામ છે. જો આ બિલ આવશે તો બિટકૉઇન જેવી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરનારાઓ માટે મુશ્કેલી ઉભી થઇ શકે છે. જો સરકાર પ્રતિબંધ મૂકી દે છે તો બેંક અને ક્રિપ્ટો એક્સચેન્જો વચ્ચે લેવડદેવડ બંધ થઈ જશે. તમે ક્રિપ્ટો કરન્સીની ખરીદી કરવા માટે તમારા વર્તમાન ચલણને પરિવર્તિત નહીં કરી શકો. આ સાથે જ તમે તેને બદલી પણ નહીં શકો. જોકે આ માંગ પણ કરવામાં આવી છે કે, આંતરિક ટેકનોલોજી અને તેના ઉપયોગોને પ્રોત્સાહન આપવા માટે અમુક અપવાદોને મંજૂરી આપવામાં આવી શકે છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આ બિલના માધ્યમથી સરકાર રિઝર્વ બેન્ક ઈન્ડિયા દ્વારા એક સત્તાવાર ક્રિપ્ટોકરન્સી બહાર પાડવા માટે એક સરળ ફ્રેમવર્ક તૈયાર કરવાની યોજના બનાવી રહી છે.

સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી એટલે કે CBDC દેશની ફિએટ કરન્સી કે જે રૂપિયા, ડોલર કે યુરોનું એક ડિજિટલ સ્વરૂપ છે. જેને કેન્દ્રીય બેન્ક ઈશ્યૂ કરે છે. સાથે જ તેની ગેરન્ટી પણ આપે છે. તે ફિએટ કરન્સી સાથે વન ટુ વન એક્સચેન્જેબલ છે. તેનાથી ટ્રાન્ઝેક્શન કોઈની પણ મધ્યસ્થી કે બેન્ક વગર થઈ જાય છે.

ક્રિપ્ટોકરન્સી

RBI તો ઘણી વખત આ બજારને લઈને ચિંતા જાહેર કરી ચૂકી છે. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતુ કે ક્રિપ્ટોકરન્સી સાથે જોડાયેલા મુદ્દાઓ પર ઉંડાણપૂર્વક વિચારણાની જરૂરિયાત છે. તેમણે ચલણમાં ઉપલબ્ધ ક્રિપ્ટોકરન્સીની માત્રા પર શંકા વ્યક્ત કરતા કહ્યું કે રોકાણકારોને તેના દ્વારા લલચાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ક્રિપ્ટો ખાતુ ખોલાવવા માટે લોન પણ અપાઈ રહી છે.

જ્યારે બજાર નિયામક સંસ્થા સિક્યોરિટીસ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે સેબીએ પણ રિટેલ રોકાણકારોને ધ્યાનમાં રાખીને ભારતમાં અનિયમિત ક્રિપ્ટોકરન્સી બજારના ઝડપી ગ્રોથને લઈને ચિંતા જાહેર કરી હતી.

Read Also

Related posts

કાર ખરીદવાનું બજેટ ઓછુ હોય તો આ સમાચાર છે તમારા માટે, 5-6 લાખ રૂપિયામાં આ 6 ધાંસૂ હેચબેક છે ઓપ્શન

Bansari

ટીચર સામે રડતા રડતા બોલ્યો બાળક – ‘ પપ્પા પુસ્તક નથી ખરીદી આપતા, દારૂ પર ખર્ચી નાખે છે પૈસા’

Damini Patel

આરોગ્ય/ આ રીતે વધી રહેલુ વજન જીવલેણ સાબિત થઇ શકે છે, વધી જાય છે આ ગંભીર બીમારીઓનું જોખમ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!