GSTV

હિમાલયમાં ઝડપથી ગ્લેશિયર પીગળવાનો સિલસિલો યથાવત, પાણીની તંગી સર્જાશે?

થોડા સમય પહેલા જ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી હતી કે હિમાલયમાં ગ્લેશિયરના ઝડપથી પીગળવાનો  સિલસિલો ચાલી રહ્યો છે. જેના કારણે મોટી સંખ્યામાં ગ્લેશિયર પીગળી જવાનું અનુમાન છે. બીજી તરફ એમેઝોનના જંગલમાં આગ લાગવાથી પણ પર્યાવરણ વિદો પરેશાન છે. કારણે કે તેનાથી વાતાવરણમાં મોટાપાયે કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન થઇ રહ્યું છે.

એમેઝોનના જંગલોમાં લાગેલી આગથી ધૂમાડાનો મોટો જથ્થો એટલાન્ટિક કોસ્ટ સુધી ફેલાઇ ચુક્યો છે. એટલું જ નહીં ત્યાંથી 2000 માઇલ દૂર આવેલા સાઓ પાઉલોના આકાશમાં પણ ધૂમાડો છવાઇ ગયો.

એમેઝોનના જંગલમાં લાગેલી આ દાવાનળથી મોટા પ્રમાણમાં કાર્બન ડાયોકસાઇડ ઉત્પન્ન થઇ રહ્યો છે. સાથે સાથે કાર્બન મોનોકસાઇડનું પણ ઉત્સર્જન થઇ રહ્યું છે. ઓકસીઝનની ગેરહાજરીમાં લાકડા બળવાથી કાર્બન મોનોકસાઇડ ઉત્પન્ન થાય છે. જંગલો જળવાયુ પરિવર્તનને નિયંત્રીત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કારણ કે  જંગલો દરવર્ષે લાખો ટન કાર્બન ઉત્સર્જનને શોષી લે છે. જ્યારે કોઇ વૃક્ષને કાપવામાં કે સળગાવવામાં આવે છે તો તેની અંદર રહેલો કાર્બન વાયુમંડળમાં પહોંચી જાય છે. એમેઝોનના જંગલમાં આગ લાગવાથી ઓકસીઝનની માત્રા ઘટી જશે.

આ સાથે જ બીજો ખતરો છે ગ્લેશિયર પીગળવાનો. ગ્લેશિયર પીગળવાથી ભવિષ્યમાં પણ પાણીની તંગી સર્જાવાનો ભય છે. એક અહેવાલ મુજબ હિમાલયના ગ્લેશિયર શિયાળાની ઠંડીમાં બન્યા બાદ ફરીથી ગરમીઓમાં ઝડપથી પીગળી રહ્યા છે.

છેલ્લા 150 વર્ષમાં વૈશ્વિક તાપમાનમાં સરેરાશ એક ડિગ્રીની વૃદ્ધિ થઇ રહી છે. વૈજ્ઞાનિકોનો અંદાજ છે કે ચાલુ સદીના અંત સુધીમાં વૈશ્વિક તાપમાનમાં સરેરાશ ત્રણથી પાંચ ડિગ્રી સુધીની વધારો જોવા મળી શકે છે.

READ ALSO

Related posts

કોરોનાનો કહેર: દેશમાં લોકડાઉન વચ્ચે કોરાના સંક્રમિતની સંખ્યામાં સતત વધારો

pratik shah

Coronaએ આ દેશમાં ધારણ કર્યુ રૌદ્ર સ્વરૂપ: 24 કલાકમાં 151ના મોત, 2400 નવા કેસ

Bansari

કોરોનાનો કહેર: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!