GSTV
ANDAR NI VAT

સૌરવ ગાંગુલી રાજનીતિમાં પ્રવેશ કરશે?

સૌરવ ગાંગુલી આમ તો ડાબોડી બેટ્સમેન રહ્યા છે, પરંતુ આજકાલ તેઓ જમણેરી નેતાઓની નજીક વધારે જોવા મળી રહ્યા છે. હાલ બીસીસીઆઈનું અધ્યક્ષપદું સંભાળતા સૌરવ ગાંગુલીએ તાજેતરમાં વડા પ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.

કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારા ખેલાડીઓના સન્માનમાં વડા પ્રધાન મોદીએ એક સમારોહનું આયોજન કર્યું હતું. એ કાર્યક્રમમાં કેન્દ્રી ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત હતા. સૌરવ ગાંગુલીને આ કાર્યક્રમ માટે ખાસ નિમંત્રિત કરવામાં આવ્યા હતા. ખેલાડીઓ સાથે વાતચીત કર્યા બાદ વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સૌરવ ગાંગુલીને મળ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ ત્યાં ઉપસ્થિત હતા. અનુરાગ ઠાકુરની પણ ભારતના ક્રિકેટ પ્રશાસનમાં સારી એવી પહોંચ છે.

ગાંગુલી આઇસીસીના અધ્યક્ષ બનવા માગે છે. બીસીસીઆઇમાં પણ ફરીથી ચૂંટણી તોળાઈ રહી છે તથા દાદા પશ્ચિમ બંગાળની રાજનીતિમાં શું રોલ પ્લે કરી શકે એમ છે તે વિશે ચર્ચા થઈ હોવાની અટકળ છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી વખતે દાદા ભાજપમાં જોડાશે એવી ચર્ચાએ વેગ પકડેલો, પણ તેમની તબિયત ખરાબ થઈ જતા એ ચર્ચા પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. કોને ખબર એ પૂર્ણવિરામ ન હોય ને અલ્પવિરામ હોય.

Read Also

Related posts

આરજેડી સત્તામાં આવતા લાલુની તબિયત સુધરીઃ ભાજપ વિરુદ્ધ વિપક્ષની એકતા માટે દોડાદોડી શરૂ કરી

Damini Patel

કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેઃ સંગઠન ચૂંટણી પ્રમુખને હૉસ્પિટલ ખસેડાયા

HARSHAD PATEL

મોહન ભાગવતે સેક્યુલરિઝમના માર્ગે ચાલવાનું શરૂ કરતા ચોતરફ પ્રશંસા

Damini Patel
GSTV