GSTV

જિન બનતાં પહેલા શું હતો પડકાર? વિલ સ્મિથે કર્યો ખુલાસો

Last Updated on May 25, 2019 by

હોલિવૂડનો લેજેન્ડરી ડાયરેક્ટર ગાએ રિચીની ફિલ્મ અલાદીન રિલીઝ થઈ ચૂકી છે. વિલ સ્મિથે ફિલ્મમાં જિનનો અભિનય કર્યો છે. આ એક ક્લાસિકલ ફૈંટેસી ફિલ્મ છે અને સ્મિથ તેમાં પહેલી વાર જિનના રૂપમાં જોવા મળશે. સ્મિથે સોશિયલ મીડિયા પર એકાઉન્ટ પર ફિલ્મના પોસ્ટર શેર કર્યા છે અને આ લુકની ચર્ચા પણ ખૂબ થઈ છે.

એક મેગેઝિન સાથેના ઈન્ટરવ્યૂમાં વિલ સ્મિથે તેના અભિનયના પડકારની વાત કરી છે. મારા માટે પડકારએ હતો કે આ યાદગાર ભૂમિકાને બધાની અંદર ફરી જીવંત બનાવી શકું. તેણે આગળ કહ્યું કે આ ફિલ્મનું મ્યુઝિક મારા માટે ઘણું મહત્વનું છે. આ ફિલ્મમાં ઓલ્ડ સ્કૂલ હિપહોપનો બીપીએમ રેન્જનો ઉપયોગ થયો છે અને મને આશા છે કે ફિલ્મની સાથે સાથે લોકોને ફિલ્મનું મ્યુઝિક પણ બધાને પસંદ આવશે.

જોકે 61માં ગ્રેમી એવોર્ડ શોના પર અલાદીનના પહેલા લુકને જાહેર કરવામાં આવ્યો હતો. રોમેન્ટિક ફૈટેસીમાં વિલ સ્મિથ સાથે મેના મસૂદ અને નાઓમી સ્કોટ પણ મુખ્ય ભૂમિકા કરી રહ્યા છે. મેના મસૂદ અલાદીન અને નાઓમી પ્રિન્સેસ જૈસમીનના રોલમાં જોવા મળશે. મૂવીના રિલીઝ થયેલા પોસ્ટરમાં વિલ સ્મિથ બધાનું ઘ્યાન ખેંચે છે.

1992માં ડિઝનીએ અલાદીન ફિલ્મ બનાવી હતી. 27 વર્ષ પછી ડિઝનીએ ફરી આ ફિલ્મની રિમેક બનાવી છે. જોવાનું રહ્યું કે નવી ફિલ્મની રિમેક બધાને પસંદ આવે છે કે નહીં. જોકે માનવામાં આવે છે કે ફિલ્મ દુનિયાભરમાં બોક્સઓફિસ પર કમાણીનો નવો રેકોર્ડ સર્જી શકે છે.

Read Also

Related posts

ડાયાબિટીશને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા: જોધા અકબર ફેમ એક્ટર લોકેન્દ્ર સિંહની હાલત બગડી ગઈ, કાપવો પડ્યો પગ

Pravin Makwana

વર્જિનિટીને લઈને ટાઈગર શ્રોફને પૂછાયો આ સવાલ, જવાબ સાંભળીને હસવું નહીં રોકી શકો

Harshad Patel

બેશરમ/ બોલીવુડ અભિનેત્રી લાઈવ સ્ટ્રીમમાં કપડાં ઉતારીને બેઠી, ગંદી બાતથી ફેમસ આ મોડેલનો જોવાઈ રહ્યો છે જોરદાર વીડિયો

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!