GSTV
Home » News » મુસ્લિમ મંચ બાદ RSSનો વધુ એક પ્રયત્ન, આ ધર્મના લોકો શાખામાં દેખાશે ?

મુસ્લિમ મંચ બાદ RSSનો વધુ એક પ્રયત્ન, આ ધર્મના લોકો શાખામાં દેખાશે ?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS) ભારતમાં ખ્રિસ્તી સમુદાય સાથે વાતચીત કરવા માટે નવો સંબંધ શરૂ કરવાની વેતરણમાં છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે RSS છેલ્લા એક વર્ષથી ઇસાઈ રાષ્ટ્રીય મંચની સ્થાપના કરવાની કોશીશ કરી રહ્યું છે. આ મંચ મુસ્લિમ રાષ્ટ્રીય મંચની જેમ જ કામ કરશે. મુસ્લિમ રાષ્ટ્રીય મંચ ભારતનાં મુસ્લિમ સમુદાય વચ્ચે કામ કરવા વાળી RSSની એક પાંખ છે.

આરએસએસ સાથે જોડાયેલા સૂત્રો પાસેથી માહિતી મળી છે કે રાષ્ટ્રીય ઇસાઈ મંચની રચના કરવા માટે સંઘનાં પદાધિકારીઓએ સૌપ્રથમ વર્ષ 2016માં પાદરીઓનો સંપર્ક કર્યો હતો. જો કે ત્યારે પાદરીઓ સાથેની વાતચીત અનિર્ણીત રહી હતી. ત્યારબાદ વર્ષ 2017માં ફરી આ દિશામાં પ્રયાસ કરાયો. ત્યારે ઉત્તર ભારતીય ચર્ચ સાથે જોડાયેલા આગરાનાં એક પરિવારે નાગપુર અને નવી દિલ્હીમાં સંઘ નેતૃત્વ સાથે મુલાકાત કરી હતી. તે પછી સંઘ અને ખ્રિસ્તી (ઇસાઈ) સમુદાયનાં સદસ્યો અને પાદરીઓ સાથે મુલાકાતનો દૌર ચાલું જ છે.

રાષ્ટ્રીય ઇસાઈ મંચની રચના કરવા સાથે જોડાયેલા લોકો પોતાનું નામ જાહેર કરતા બચે છે. જો કે આ લોકો રાષ્ટ્રીય ઇસાઈ મંચની રચના કરવા માટે થઈ રહેલા પ્રયત્નો વિશે વાત કરતા કહે છે કે આ મંચ સંઘ અને ઇસાઈ સમુદાય વચ્ચે સંબંધસેતૂની ભૂમિકા નિભાવશે.

સંઘ-ખ્રિસ્તી ઓપરેશનમાં સામેલ એક વ્યક્તિએ કહ્યું છે કે મારા અનુભવ અને સંઘ સાથેની વાતચીતનાં આધારે મને એવું લાગે છે કે ખ્રિસ્તી સમુદાયે આરએસએસની નજીક જવુ જોઈએ. જેથી કરીને તેઓ રાષ્ટ્રનિર્માણમાં સંઘની ભૂમિકા સમજી શકે.આ સાથે તેઓ જણાવે છે કે,2014ની ચૂંટણી પછી સંઘને સમજવા માટે હું ઉત્સાહિત થયો. આ ભગવા સમુદાય અને ખ્રિસ્તી સમુદાય વચ્ચેનું અંતર દુર કરવાનાં હેતૂથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘનાં નેતાઓ ખ્રિસ્તી સમુદાય સાથે વારંવાર મુલાકાતો કરે છે.

મહત્વનું છે કે સંઘ નેતૃત્વએ પણ આ વાતને સ્વીકારતા ખ્રિસ્તી સમાજ સાથે સંપર્ક કરવાનાં પ્રયત્નોને સમર્થન આપ્યું છે. સંઘનાં સરકાર્યવાહક મનમોહન વૈદ્યે કહ્યું છે કે સંઘ કોઈ સંપર્ક કાર્યક્રમ ચલાવતો નથી. પરંતુ આરએસએસ સાથે જોડાવાની ઇચ્છા ધરાવતા લોકો માટે સંઘનાં દરવાજા ખુલ્લા છે.

READ ALSO 

Related posts

આશ્રમ કેસમાં મોટા ખુલાસા, કોઈ પણ સમયે ડાન્સ કરવા માટે કરાતા હતા મજબૂર

Nilesh Jethva

પ્રદૂષણ પર ચર્ચા કરવા માટે માસ્ક પહેરીને સંસદ પહોંચી TMC સાંસદ, ગંભીર બોલ્યો- રાજકારણ બંધ કરો

Mansi Patel

ભારત રત્ન આપવા માટે કોઈની ભલામણની જરૂર નથી, મોદી સરકારે ભાજપના સાંસદને જ ઝાટક્યા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!