GSTV
ANDAR NI VAT Trending

પુતિનનું ઘરપકડ વોરંટ શું ભારત માટે ઘર્મસંકટ બનશે? જાણો શું છે મામલો

ઇન્ટનેશનલ ક્રિમિનલ કોર્ટ (આઇસીસી)એ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ યુક્રેનમાં યુદ્ધ અપરાધો માટે ઘરપકડ વોરંટ જારી કર્યું છે. બીજી બાજુ રશિયાએ આ વોરંટને ફગાવી દીધો છે પરંતુ શું આગામી થોડા મહિનામાં પુતિનની સંભવિત મુલાકાત પહેલા ભારત પર તેને લાગુ કરવા દબાણ કરશે?

તો તેનો જવાબ ના છે કારણ કે ભારત ભલે આઇસીસીની સ્થાપના પ્રક્રિયામાં સામેલ દેશોમાંનો એક હોય, પરંતુ ભારત તેના નિયમોને બંધનકર્તા કાનૂનનો પક્ષકાર નથી. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ પુતિન આગામી થોડા મહિનામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટ અને G20 સમિટ જેવા કાર્યક્રમોમાં ભાગ લેવા ભારતની મુલાકાતે આવવાના છે. હાલમાં જો કે તેમના આ પ્રવાસના કાર્યક્રમ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ એવા સંકેતો છે કે પુતિન ઓછામાં ઓછા એક કાર્યક્રમ માટે ચોક્કસપણે ભારતની મુલાકાતે આવશે. આવી સ્થિતિમાં, સ્વાભાવિક રીતે મહેમાન તરીકે યુક્રેન યુદ્ધને લઈને રશિયા પર પશ્ચિમી દેશોના દબાણને લીધે ભારત માટે તેના જૂના સંબંધો અને આ આયોજનને સંચાલિત કરવાનો પડકાર હશે.

જોકે,નિષ્ણાતો અનુસાર ભારતના G20 હોસ્ટિંગ પર આ દબાણ હોવા છતાં નેધરલેન્ડના હેગમાં ICC દ્વારા જારી કરાયેલ ધરપકડ વોરંટનું તેના માટે કોઈ ખાસ મહત્વ નથી અને આ વોરંટનો અમલ કરવા માટે તેના પર કોઈ દબાણ રહેશે નહીં કારણ કે ભારત પોતે ICC વ્યવ્સ્થાની સ્થાપના કરનાર રોમ કાનૂનનો ભાગ નથી અને ભારતે 1998ના જૂન-જુલાઈ રોમ સ્ટેચ્યુટ પર વોટિંગમાં ભાગ લીધો ન હતો.

Related posts

ચાણક્ય નીતિ: બાળકનો ઉછેર કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો, સારા સંસ્કાર આવશે

Hina Vaja

Emotional Intelligence/ ભાવનાઓને હાવી થતા રોકો, આ રીતે કંટ્રોલ કરો પોતાના ઇમોશન્સ

Siddhi Sheth

Japan/ દીક્ષાંત સમારોહમાં યુક્રેનના રાષ્ટ્રપતિ Zelensky બની પહોંચ્યો વિધાર્થી, સોશિયલ મીડિયામાં ફોટો થયા વાયરલ

Padma Patel
GSTV