GSTV
Gujarat Government Advertisement

શું પબજી ગેમ ભારતમાં ફરી થશે શરૂ? કંપની આ કારણે કરી રહી છે ધમપછાડા

અન્ય ચાઈનિઝ એપની સાથે મોદી સરકારે પબજી ગેમને જ્યારે બેન કરી ત્યારે ઘણા વાલીઓએ હાશકારો અનુભવ્યો હતો. કારણ કે પબ જી ગેમ દેશના કરોડો ટીનએજર અને યુવાનો માટે એક વળગણ થઈ ગઈ હતી. હાલમાં તો પબજીની ભારતમાથી વિદાય થઈ ગઈ છે પણ આ ગેમને લોન્ચ કરનાર કંપની તેને ભારતમાં ફરી પાછી લાવવા માટે ધમપછાડા કરી રહી છે. સૂત્રોના કહેવા પ્રમાણે પબ જી કોર્પ દ્વારા ગ્લોબર ક્લાઉડ સર્વિસ પ્રોવાઈડર સાથે વાતચીત ચાલી રહી છે.

Gujarat Government Advertisement

સરકારની આ ચિંતા ખતમ કરવા માંગે

જેની પાછળનો આશય ભારતીય ગેમ યુઝર્સનો ડેટા ભારતમાં જ સ્ટોર કરવાનો છે. કારણ કે ભારત સરકારે પબ જી બેન કરવા પાછળનું એક કારણ રાષ્ટ્રિય સુરક્ષાનું આપ્યું હતું. કંપની ભારતમાં જ ડેટા સ્ટોર કરીને સરકારની આ ચિંતા ખતમ કરવા માંગે છે. શક્ય છે કે, કંપની ભારતમાં જ યુઝર્સનો ડેટા સ્ટોર કરવાનો વાયદો કરે તો સરકાર કંપની પર લગાવાયેલો બેન દુર કરે.

એક ઝાટકે તેના યુઝર્સ છીનવાઈ ગયા

કંપની દ્વારા ભારતમાં પબજી ગેમના કેટલાક હાઈ પ્રોફાઈલ યુઝર્સને ખાનગીમાં કહેવામાં આવ્યું છે કે, 2020ના અંત સુધીમાં પબ જી મોબાઈલ ભારતના યુઝર્સને એપ સ્ટોર પર મળી શકે છે. ભારતમાં કંપની પબ જી લોન્ચ કરવા માટે ધમપછાડા એટલે કરી રહી છે કે, તેના સૌથી વધારે યુઝર્સ ભારતમાં છે અને સરકારના બેનના કારણે એક ઝાટકે તેના યુઝર્સ છીનવાઈ ગયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

આ UPની વાત છે અહીં કંઈ પણ બની શકે છે ! લ્યો બોલો એક જ મોબાઈલ નંબર પર સાડા સાત હજાર લોકોના કોરોના ટેસ્ટ કર્યાં

Pravin Makwana

વેક્સિંગ પછી તમને ખંજવાળ આવે કે બળતરા થાય છે? તો પછી આ ઉપાય કરો

Bansari

મુખ્યમંત્રીની ભલામણ: સમાજ અને જ્ઞાતિના આગેવાનો આગળ આવે, જ્યાં પણ સુવિધા હોય ત્યાં તાબડતોડ કોવિડ કેર ઉભા કરો

Pravin Makwana
Video-MW-gstv.in-Direct-RS-SLDR-GL
Do NOT follow this link or you will be banned from the site!