GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

પીએમ કિસાન સન્માન નીધિ યોજના : અલગ અલગ ગામમાં જમીન હશે તો નહીં મળે લાભ, આ છે નિયમો

કિસાન

ખેડૂત પાસે એક કરતા વધુ ગામમાં ખેતીલાયક જમીન હોય તો માત્ર એક ગામની જમીન પર પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળશે.  હેઠળ નોંધણી કરતા પહેલા આ બાબત ધ્યાન રાખવી પડશે. યોજનાની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતીમાં આ વાત કહેવામાં આવી છે. ખેડૂતને એક જગ્યાએ લાભ આપવા રાજ્યના નોડલ અધિકારીઓ રહેશે. 18 વર્ષથી ઓછી ઉંમરના પતિ, પત્ની અને તેમના બાળકોનો સમાવેશ થાય છે. 18 વર્ષથી વધુ ઉંમરના બાળક અલગ થાય તો તેને આ યોજનાનો લાભ મળશે. શહેરની જમીનનો ઉપયોગ ખેતી માટે થતો હોય તો લાભ લઈ શકાય છે.

બેંક દ્વારા કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા લોન તરીકે 62,870 કરોડ રૂપિયાની રકમ જાહેર કરવામાં આવી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે એક ટ્વીટમાં કહ્યું, ’30 જૂન, 2020 સુધી, 70.32 લાખ કિસાન ક્રેડિટ કાર્ડ્સ પર 62,870 કરોડ રૂપિયાની રકમ જારી કરવામાં આવી છે. 2 લાખ કરોડ રૂપિયાના પેકેજની ઘોષણા હેઠળ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલા રૂ .20 લાખ કરોડના પેકેજમાં કિસાન ક્રેડિટ કાર્ડ પર ખેડુતોને 2 લાખ કરોડ આપવાની વાત કરવામાં આવી હતી. આ સ્કીમ માટે 2.5 કરોડ ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને સામેલ કરાયા છે.

ખેડૂતો સાથે જોડાયેલી બધી યોજનાનું ડિજિટલકરણ થશે

કેન્દ્ર સરકાર ખેડૂતોની વિવિધ યોજનાઓના આધારે ડેટાબેસ બનાવવાની તૈયારીમાં છે. સરકાર ઈચ્છે છે કે, ખેડૂતો સાથે જોડાયેલી બધી યોજનાઓનું ડિજિટલીકરણ કરવામાં આવે, જેથી ખરીદ સંબંધી પૈસા તેમના ખાતમાં સીધા ટ્રાંસફર કરવામાં આવી શકે. અધિકારીઓનુ માનીએ તો, આ ડેટાબેસમાં ખેડૂતો વિશે સંપૂર્ણ જાણકારી હશે. દાખલા તરીકે તેમની પાસે કેટલી જમીન છે. હાલમાં તેની પાસે 9 રાજ્યોના 5 કરોડ ખેડૂતોની માહિતી હશે અને બાદમાં બાકીના રાજ્યોના ખેડૂતોને પણ જોડવામાં આવશે.

ખેતરોની સેટેલાઈટ ઈમેજ હશે.

કૃષિ વિભાગને નવગઠિત ડિજિટલ ડીવીવનના સંયુક્ત સચિવ વિવેક અગ્રવાલે કહ્યુ છે કે, 30 જૂન સુધી આ ડેટાબેસ તૈયાર થઈ જવાનુ અનુમાન છે. આ ડેટાબેસમાં ખેડૂતોને ખેતરોની સેટેલાઈટ ઈમેજ હશે. આ આધાર પર ખેડૂતોને સલાહ આપવામાં આવશે કે, પોતાના કોઈ ખેતરમાં કેવા પ્રકારના પાકનુ વાવેતર કરી શકે છે. આ ખેડૂતોને ભરપૂર પાકઅને સારા ભાવ પણ મળશે.

કેવી રીતે વધશે પાક

પીએમ-કિસા સમ્માન નિધિ સ્કીમના મુખ્ય કાર્યકારી અધિકારીનુ કહેવુ છે કે, આ ડેટાબેસને ફાર્મ ટેકનોલોજી કંપનીઓની સાથે શેર પણ કરવામાં આવી શકે છે. તેથી તે ઉત્પાદકતા વધારવા માટે નવી-નવી રીત જણાવે. સાથે જ આ ડેટાબેસ થકી તે પણ સુનિશ્વિત થઈ શકશે કે, ખેડૂતોને તેમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાંસફર થકી પૈસા ટ્રાંસફર કરવામાં આવી શકે.

પીએમ-કિસાનતી કરોડો ખેડૂતોને થશે લાભ

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ હેઠળ 9.85 કરોડ લોકોને લાભ મળી ચૂક્યો છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયા મળે છે. મોદી સરકાર 2 હજાર રૂપિયાનો છઠ્ઠો હપ્તો 1 ઓગષ્ટથી મોકલવાનો શરૂ કરશે. દેશમાં લગભગ 1.3 કરોડ ખેડૂતોની અરજી બાદ પણ પીએમ કિસાન સ્કીમનો પૈસા નથી મળી શક્યા. તેનુ કારણ પણ એ છે કે, તેન આધાર એપડેટ નથી. અથવા રેવન્યુ, આધાર અને બેન્ક એકાઉન્ટ અને ફોન નંબરમાં ગરબડી છે. આ રીતે લોકો આ નંબર પર પોતાનુ સ્ટેટસ જાણકારી ભૂલને સુધારી શકે છે.

Related posts

15 ઓગસ્ટના ભાષણમાં આત્મનિર્ભર ભારત મામલે મોટી ઘોષણા કરી શકે છે PM, રક્ષામંત્રી રાજનાથ સિંહે આપ્યા સંકેતો

pratik shah

વડોદરામાં વધતાં કોરોના સંક્રમણ વચ્ચે નહી પડે બેડની અછત, હજુ હોસ્પિટલોમાં ખાલી પડ્યાં છે આટલા ટકા બેડ

Bansari

ગુજરાત સરકાર આજે ખેડૂતોના હિતમાં મોટી જાહેરાત કરે તેવી શક્યતા, CM પત્રકાર પરિષદમાં કરશે સંબોધન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!