GSTV

શું પેટ્રોલ-ડીઝલને જીએસટીમાં લાવવા માટે મળશે મંજૂરી? હજુ પણ અકબંધ છે આ પ્રશ્ન

Last Updated on December 1, 2021 by GSTV Web Desk

વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને રાહત મળી શકે તેવા સમાચાર આવી શકે છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવથી હાલ ફુગાવાને વધુ પડતો વેગ મળ્યો છે. જો પેટ્રોલ અને ડીઝલ જીએસટી હેઠળ આવશે તો એક જ ઝાટકે ભાવ 20-25 રૂપિયા પ્રતિ લીટર ઘટશે પરંતુ, અત્યાર સુધી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે આ મુદ્દે સહમતિ બની નથી.

જાણો શું કહ્યું જીએસટી કાઉન્સિલે?

સૂત્રોના જણાવ્યા મુજબ જીએસટી કાઉન્સિલે ફરી એકવાર આ મામલો મુલતવી રાખ્યો છે. કાઉન્સિલનું કહેવું છે કે, કોરોનાનો અંત હજુ થયો નથી. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં આવક ઘટવાની ચિંતા હજુ પણ અકબંધ છે. આવનાર સમયમા દિલ્હીની કેજરીવાલ સરકારે પેટ્રોલની કિંમત ઘટાડવાનો મોટો નિર્ણય લીધો છે. દિલ્હી સરકારે પેટ્રોલ પર વેટ ઘટાડ્યો તે પછી દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 8 રૂપિયા સસ્તું થશે. નવા ભાવ આજે મધ્યરાત્રિથી અમલમાં આવશે.

GST

જીએસટી હેઠળ પેટ્રોલ આવવાથી શું થશે ફેરફાર ?

એક અહેવાલ મુજબ જીએસટી હેઠળ આવ્યા બાદ પેટ્રોલ લગભગ 20-25 રૂપિયા અને ડીઝલ આશરે 20 રૂપિયા સસ્તું થશે એટલે કે સામાન્ય લોકોને મોટી રાહત મળશે પરંતુ, તેનાથી રાજ્ય સરકારોને ઘણો ખર્ચ થશે. વાસ્તવમાં ડીઝલ-પેટ્રોલને જીએસટીમાં ના લેવા પાછળનું એક કારણ એ છે કે, કોઈપણ રાજ્ય પોતાને નુકસાન પહોંચાડવા ઇચ્છતુ નથી.

રાજ્ય સરકારોને મળે છે નફો :

રાજ્યોની મોટાભાગની આવક પેટ્રોલ અને ડીઝલ પરના કરમાંથી આવે છે, તેથી રાજ્યો પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લાવવા માંગતા નથી. અત્યારે તમામ રાજ્યો તેમની ઈચ્છા અનુસાર પેટ્રોલ-ડીઝલની કિંમત નક્કી કરી શકે છે.

petrol-price

કેન્દ્ર સરકારને થશે મોટું નુકસાન :

રાજ્ય સરકાર ઉપરાંત કેન્દ્ર સરકારને આશરે 1 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ પણ થશે, જે જીડીપીના 0.4 ટકા જેટલો છે. વર્ષ 2019માં પેટ્રોલ પર કુલ એક્સાઇઝ ડ્યુટી 19.98 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 15.83 રૂપિયા પ્રતિ લિટર હતી. જોકે કેન્દ્ર સરકારે એક વર્ષમાં બે વખત એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કર્યો હતો, જેના કારણે પેટ્રોલ પર 32.98 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 31.83 રૂપિયા પ્રતિ લિટર ભાવ વધ્યો હતો.

Read Also

Related posts

ગોવા ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચુકાદો, આ જમીનોના વેચાણ પર નહિ ભરવો પડે જીએસટી

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!