GSTV
Gujarat Government Advertisement

Google Play Store પરથી હટાવ્યા બાદ હવે મોબાઇલ ફોનમાં નહીં યુઝ કરી શકાય Paytm App? જાણો દરેક સવાલના જવાબ

paytm

Last Updated on September 18, 2020 by Bansari

જો તમે હજુ પણ Paytm એપનો યુઝ કરતાં હોવ તો આ ખબર તમને પરેશાન કરી શકે છે. કારણ કે Google Play Store પરતી લોકપ્રિય પેમેન્ટ એપ Paytmને હટાવી દેવામાં આવી છે. જે બાદ યુઝર્સ આ એપને ડાઉનલોડ નથી કરી શકતા. પરંતુ Paytm સર્ચ કરવા પર કંપનીની અન્ય એપ્સ Paytm for business, paytm money, paytm mall હજુ પણ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ ઉપરાંત Apple App Store પરથી પણ આ એપ્સ ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. હવે સવાલ એ છે કે શું યુઝર્સ હવે તેને યુઝ નહી કરી શકે?

Paytmને ફક્ત Google Play Store પરથી હટાવવામાં આવી છે પરંતુ તમે આઇફોન યુઝર્સ હોવ તો App Store પર આ એપ હજુ પણ ઉપલબ્ધ છે. પરંતુ જો તમારા ફોનમાં પહેલાથી Paytm એપ હોય તો હજુ પણ તમે તેનો ઉપયોગ કરી શકો છો.જણાવી દઇએ કે આ એપની મદદથી રિચાર્જ કરી શકાય છે અને સાથે જ નાના-મોટા પેમેન્ટ્સથી લઇને શોપિંગ અને ઇનવેસ્ટમેન્ટ માટે પણ આ એપનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે.

Paytm App બૅન કરવા પાછળ આ છે કારણ

Google Play Store પરથી Paytm એપ હટાવી દેવામાં આવી છે. હવે એન્ડ્રોઇડ યુઝર્સ Paytm એપ ડાઉનલોડ નહી કરી શકે. એપ પર ઓફર કરવામાં આવતી ફેન્ટસી ગેમ્સ Paytmને પ્લે સ્ટોર પરથી હટાવવાનો નિર્ણય લેવા સાથે લિંક હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

રસપ્રદ વાત એ છે કે ગુગલ ઇન્ડિયાએ આજે ગેમ્બલિંગ પર પ્લે સ્ટોરની પોલીસી દર્શાવતો બ્લોગ પણ જારી કર્યો છે. આ બ્લોગ પોસ્ટમાં Paytmનો ઉલ્લેખ નથી પરંતુ તેમાં પ્લે સ્ટોરની ગેમ્બલિંગ પોલીસીઓ દર્શાવવામાં આવી છે.

‘અમે ઓનલાઇન કેસિનોને મંજૂરી નથી આપતા અથવા તો અનિયંત્રિત ગેમ્બલિંગ એપ્સનું સમર્થન નથી કરતાં જે તેને સુગમ બનાવે. તેમાં જો એપ ગ્રાહકોને પૈસા અથવા કેશ પ્રાઇઝ જીતવા માટે પેઇડ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે એક્સટરનલ વેબસાઇટ પર લઇ જાય, તો તે પોલીસીનું ઉલ્લંઘન છે. ‘ તેમ ગુગલના બ્લોગ પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતુ.

iOS યુઝર્સ હજુ પણ કરી શકશે  Paytm યુઝ

Paytm હજુ પણ Apple App Store પર ઉપલબ્ધ છે અને જેમણે તેમના ફોનમાં આ એપ ડાઉનલોડ કરી છે તેઓ હજુ પણ આ એપનો ઉપયોગ કરી શકશે. હજુ સુધી એપની સર્વિસમાં કોઇ ઇશ્યુ રિપોર્ટ થયો નથી. આ ઉપરાંત Paytm બિઝનેસ એપ પ્લે સ્ટોર પર હજુ પણ ઉપલબ્ધ છે.

જણાવી દઇએ કે Paytm ભારત જ નહી પરંતુ વિશ્વભરની સૌથી મોટી ફિનટેક એપ્સમાંથી એક છે. સેન્સર ટાવરના લેટેસ્ટ ડેટા અનુસાર ઓગસ્ટમાં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ્સમાં Paytm છઠ્ઠા નંબરે છે. આ સમયગાળામાં જ આ એપને 6.7 મિલિયનવાર ઇન્સ્ટોલ કરવામાં આવી છે. Paytmના કુલ 450 મિલિયન યુઝર્સ છે. જણાવી દઇએ કે Paytm શોપિંગ, ગેમિંગ, બેન્કિંગ વગેરે ઓફર કરતાં ઓનલાઇન પ્લેટફોર્મ્સ પર પેમેન્ટ માટે વિકસાવવામાં આવી છે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!