GSTV

શું મોદી સરકારના 3 કૃષિ કાયદાઓનો આ રાજ્યોમાં અમલ નહીં થાય, કાયદાની આંટીઘૂંટીમાં રાષ્ટ્રપતિ શું કરશે, તે જાણો

કૃષિ સુધારણાના નામે લાવવામાં આવેલા મોદી સરકારના ત્રણ કાયદાઓ સામે ખેડૂતોનો ગુસ્સો હવે અટકવાનું નામ નથી લઈ રહ્યો. પંજાબ સરકારે આ કાયદાઓ સામે વિધાનસભામાં ઠરાવ પસાર કર્યો છે. તેની સામે 3 નવા બીલ રજૂ કર્યા છે. જેમાં લઘુતમ ટેકાના ભાવ નહીં આપનારને 3 વર્ષની સજા અને દંડની જોગવાઈ પણ છે. આવા જ બિલ કોંગ્રેસ શાસિત રાજસ્થાન અને છત્તીસગઢ સરકાર લાવશે. ખેતીવાડી એ રાજ્ય સરકારનો અધિકાર છે. બંધારણની કલમ 254 (2) પ્રમાણે કૃષિ એ રાજ્યોનો વિષય છે. તેમ છતાં કૃષિના જે નવા કાયદયા સામે રાજ્યો કાયદો બનાવે છે તો તેના અમલ માટે રાજ્યપાલ આ કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી લેવા મોકલશે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે ટવીટ કર્યું છે, જેટલીને અનુસરો

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે પંજાબ વિધાનસભામાં પસાર થયેલા કૃષિ કાયદાને નાટક ગણાવેલું છે. પંજાબના મુખ્ય પ્રધાન સ્પષ્ટ માને છે કે, ખેતીવાડી એ કેન્દ્ર સરકારનો વિષય નથી. તે રાજ્ય સરકારનો વિષય છે. જેમાં બંધારણની વિરૂદ્ધ જઈને રાજ્યોની બાબતમાં હસ્તક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેથી આ કાયદા સ્વિકાર્ય નથી. દિલ્હી યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાનના પ્રોફેસર સુબોધ કુમાર કહે છે કે કૃષિ રાજ્યનો વિષય છે. કેન્દ્ર સરકારના કાયદાને વિધાનસભાના કાયદાથી પડકારી શકાય નહીં તે માટે સુપ્રિમ કોર્ટમાં જવું પડશે.

READ ALSO

Related posts

પીએમ કિસાન યોજના/ જો આ બે શરતો પૂરી કરી લેશો તો ફટાફટ જમા થઇ જશે 2000 રૂપિયાનો સાતમો હપ્તો, જાણી લો

Bansari

ચક્રવાત નિવારના કારણે લોકોની કિસ્મત બદલાઈ ગઈ, દરિયા કિનારેથી મળ્યા સોનાના ટુકડા

Karan

અમેરિકાની કમાન સંભાળવા જઈ રહેલા જો બાઈડનની આવી છે નવી ટીમ, વિદેશ મંત્રી તરીકે એન્ટની બ્લિન્કેન

Karan
Do NOT follow this link or you will be banned from the site!