2019માં મોદી સામે ત્રીજો મોરચો બનશે, શું ચંદ્રબાબુ PM બનવા માગે છે?

લોકસભાની ચૂંટણી પહેલા ત્રીજો મોરચોરચવાની મથામણ કરી રહેલા આંધ્ર પ્રદેશના મુખ્યપ્રધાન ચંદ્રાબાબુ નાયડુએ બેંગાલુરુનીમુલાકાત લીધી. અહીં તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન અને જેડીએસના નેતા દેવે ગૌડા સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામી પણ હાજર રહ્યા હતા. ચંદ્રાબાબુએ તાજેતરની પેટાચૂંટણીમાં જેડીએસ-કોંગ્રેસ ગઠબંધનને મળેલી જીત બદલ શુભેચ્છા પાઠવી હતી. સાથે જ આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે એક થઈ લડવા અંગે પણ ચર્ચાકરી હોવાનું મનાય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter