GSTV
Home » News » મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

મેનકા અપાવશે જેઠાણી સોનિયા ગાંધીને શપથ? બની શકે છે પ્રોટેમ સ્પીકર

લોકસભામાં એવો પણ સમય આવી શકે છે જ્યારે સોનિયા ગાંધીને મેનકા ગાંધીએ મેડમ સ્પીકર કહેવુ પડી શકે છે. સૌથી વરિષ્ઠ સાંસદ હોવાના કારણે મેનકા ગાંધીને સ્પિકર બનાવવામાં આવે તો તે સોનિયા ગાંધીને શપથ આપાવશે. સાથે એ પણ ચર્ચા છે કે તેમને લોકસભા સ્પીકર બનાવવામાં આવી શકે છે.

તેઓ દેશની સૌથી મોટા રાજકીય પરિવાર ‘ગાંધી પરિવાર’ની પુત્રવધુઓ તેમના મતભેદોના કારણે તેમના પારિવારિક અને રાજકિય રસ્તાઓ અલગ છે. સોનિયા ગાંધી કે જે સૌથી જૂની પાર્ટી કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએના પ્રમુખ છે તો મેનકા ગાંધી વિરોધી પાર્ટીના સાંસદ છે. તેઓ એકબીજાની સામે પડવાથી પણ બચે છે. સાર્વજનિક સમારોહમાં ક્યારેય એવો ફોટો સામે નથી આવ્યો કે જેમા તે એકબીજા સાથે હોય અથવા હાલચાલ પુછતા હોય.

તેમના સંબંધો વીશે અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે મેનકા ગાંધીએ 2014મા પોતાના નિવેદનમાં જેઠાણી સોનિયા ગાંધીની સંપત્તિ પર પ્રશ્ન કર્યો હતો. તેમણે એક સ્વરમાં કહ્યું હતું કે સોનિયા તેની સાથે દહેજમાં કંઈ લાવ્યા નથી તો પછી તે કેવી રીતે આટલા અમીર બન્યા?

પરંતુ લોકસભામાં એવો સમય આવી શકે છે જ્યારે સોનિયા ગાંધી મેનકા ગાંધીને “મેડમ સ્પીકર” કહેવુ પડી શકે છે. સૌથી વરિષ્ઠ સાંસદ હોવાના કારણે મેનકા ગાંધીને પ્રોટેમ સ્પીકર તરીકે તેમને પસંદ કરે તો લોકસભામાં તે સોનિયા ગાંધીને શપથ લેવડાવી શકે છે. મેનકા ગાંધીનું નામ લોકસભા અધ્યક્ષ પદ માટે ચાલી રહ્યું છે.

લોકસભાની ચૂંટણીમાં આ વખતે સોનિયા ગાંધી પોતાની જૂની બેઠકમાં જીત્યા જ્યારે અમેઠીમાં રાહુલ ગાંધીને હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે રાહુલ ગાંધી કેરલની વાયનાડ બેઠકથી જીત્યા હતા. આમ જ્યારે મેનકા ગાંધી પ્રોટેમ સ્પીકર અથવા સ્પીકરની ખુરશી પર બેસસે ત્યારે તેઓ ગાંધી પરિવારના બંને સભ્યોની સોનિયા અને રાહુલ શપથ લેવડાવશે.

આમના નામ પણ રેસમાં છે

લોકસભાના અધ્યક્ષ બનવાની સ્પર્ધામાં મેનકા ગાંધી ઉપરાંત કેટલાક બીજો નામો પણ ચાલી રહ્યાં છે. તેમાં રાધા મોહન સિંહ, વીરેન્દ્ર કુમાર, એસએસ આહલુવાલિયા અને નંદ કુમાર ચૌહાણનો સમાવેશ થાય છે.

READ ALSO

Related posts

G-7 સમિટ શું છે? ભારત તેનું સભ્ય નથી છતાં પીએમ મોદીને અપાયું આમંત્રણ

Riyaz Parmar

G-7માં મોદીની ક્રિકેટ ડિપ્લોમેસી, એશેજમાં જીત બદલ બ્રિટનના વડાપ્રધાનને આપી શુભેચ્છા

Nilesh Jethva

અરૂણનો અસ્ત ભાજપને મોટો ઝાટકો, શા માટે અરૂણ જેટલીને મોદી-શાહનાં સંકટમોચક કહેવાય છે

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!