GSTV

રજનીકાંતનું રાજકીય સસ્પેન્સ: મેગાસ્ટારે ટ્વીટ કરીને કહ્યું – 31 ડિસેમ્બરે કરશે પાર્ટીની જાહેરાત

તામિલ સુપરસ્ટાર રજનીકાંતે ગુરુવારે ટ્વીટ કરીને કહ્યું છે કે તે પોતાની રાજકીય પાર્ટી આગામી વર્ષે જાન્યુઆરીમાં લોન્ચ કરશે. સાથે જ તેમણે લખ્યું છે કે 31 ડિસેમ્બરના રોજ તેઓ તે અંગે જાહેરાત કરશે. ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે તામિલનાડુ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે.

રજનીકાંત

રજનીકાંત બનાવશે રાજકીય પાર્ટી

રજનીકાંતના ફેન ક્લ્બના રાજકીય એકટેંશન એવા ‘રજની મક્કલ મન્દ્રમ’ના જિલ્લા સેક્રેટરીઓ સાથે મંગળવારે તેમણે મુલાકાત કરી હતી અને પોતે રાજકીય પાર્ટી શરૂ કરશે તેવા સંકેત આપ્યા હતા.

31 ડિસેમ્બરે કરશે જાહેરાત

મુલાકાત બાદ તેમને જણાવ્યું હતું કે વહીવટકારોએ મને જણાવ્યું છે કે નિર્ણય કોઈપણ હશે તેઓ મારી સાથે જ છે. રાજકીય પક્ષને લઈને હું ટૂંક સમયમાં જાહેરાત કરીશ.

ચાહકોએ બેઠકના સ્થળે અને તેમના નિવાસસ્થાનને એકઠા થયા હતા અને તેમને આગામી મુખ્યમંત્રી તરીકે સૂત્રોચ્ચાર કર્યા હતા.

થુથુકુડી જિલ્લા સેક્રેટરી એવા એ. જે. સાટીને જણાવ્યું છે, “મોટાભાગના પદાધિકારીઓ ઇચ્છતા હતા કે તેઓ 2021 ની વિધાનસભાની ચૂંટણીમાં લડે પરંતુ અમે પણ ઇચ્છીયે છીએ કે તેઓ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે.”

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

તૈયાર રહેજો ખિસ્સા થવાના છે ખાલી: એક દિવસ પણ કાઢી ન શકો, એવી તમામ વસ્તુના ભાવ વધ્યા, આ રહ્યું લિસ્ટ

Pravin Makwana

BIG NEWS : મોદી સરકારનો મોટો નિર્ણય, લાંબા સમયથી જે વિચારણા પર મંથન કરી રહ્યાં હતાં તેના પર આજે લઈ લીધો ફૈંસલો

Pravin Makwana

પાકિસ્તાની જેલથી મુક્ત થઈ ભારત પરત આવ્યો ગુજરાતી ભરવાડ, જણાવ્યું- પાડોશી ક્ષત્રુ દેશે કેવો કર્યો વ્યવહાર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!