GSTV
Home » News » ગજબ : માત્ર 25 બોલમાં આ બેટ્સમેને ફટકારી સદી, એક-બે નહી સિક્સરોનો તો વરસાદ કરી દીધો

ગજબ : માત્ર 25 બોલમાં આ બેટ્સમેને ફટકારી સદી, એક-બે નહી સિક્સરોનો તો વરસાદ કરી દીધો

ઇંગ્લેન્ડના સરે કાઉન્ટીના વિલ જેક્સે ઘરેલૂ સીઝનની શરૂઆત પહેલાં દમદાર ઇનિંગ રમી છે. તેણે લંકાશર સામે ફક્ત 25 બોલમાં સદી ફટકારી દીધી. આ પ્રોફેશનલ ક્રિકેટમાં કોઇપણ ઇંગ્લીશ બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી સૌથી ઝડપી સદી માનવામાં આવે છે.

જેકે પોતાની ઇંનિંગમાં 11 સિક્સર અને 8 ફોર ફટકારી છે. દુબઇમાં રમાઇ રહેલી ટી10 ત્રિકોણીય સીરીઝમાં તેણે આ ઇનિંગ રમી. ટૂર્નામેન્ટમાં ત્રીજી ટીમ આઇસીસી એકેડેમી છે. જેક્સે 30 બોલ પર 105 રનની અણનમ ઇનિંગ રમી. તેની ટીમ આ મેચમાં વિજયી રહી. જેક્સે લંકાશેરના બોલર સ્ટીફન પેરીની એક ઓવરમાં સતત છ સિક્સર પણ ફટકારી. પૈરી ઇંગ્લેન્ડ માટે વન ડે ઇન્ટરનેશનલ અને ટી-20 ક્રિકેટ રમી ચુક્યો છે.

20 વર્ષીય જેક્સે ફેબ્રુઆરીમાં ઇંગ્લેન્ડ લાયન્સ તરફથી રમતા ભારત એ વિરુદ્ધ અનધિકૃત ટેસ્ટ મેચમાં 63 રનની ઇનિંગ રમી હતી.

જેક્સે સરેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે, લોકો વાત કરી રહ્યાં હતાં કે અહીં 120-130 રનનો સ્કોર સરેરાશ રહે છે. તેથી હું ફક્ત બેટિંગનો આનંદ લેવા માંગુ છુ. તેમણે કહ્યું કે, 98 પર પહોંચ્યા બાદ જ મે સદી વિશે વિચારવાનું શરૂ કર્યુ હતું.  

Read Also

Related posts

નીરવ મોદીની વેસ્ટમિંસ્ટર કોર્ટમાં આજે સુનાવણી, જેલમાંથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કરાશે

Arohi

10માંથી 7 મહિલાઓ લગ્ન બાદ પતિને આપે છે દગો, થયો આ મોટો સરવે

Path Shah

પ્રિયંકાને મોદી સામે ચૂંટણી ન લડાવાના આ છે કારણો, કોંગ્રેસ આ ટ્રમ્પકાર્ડનો કરશે અહીં ઉપયોગ

Nilesh Jethva