GSTV
Gujarat Government Advertisement

સાવધાન/ શું ગૌમૂત્ર અને ગાયના ગોબરથી સારો થઇ જશે કોરોના ? ડોક્ટરે આપી ચેતવણી, તમે પણ જાણી લેવો

કોરોના

કોરોના સંક્રમણના આ દોરમાં અફવાઓનું બજાર ગરમ છે. સોશિયલ મીડિયા પર ઘણા દેશી ઈલાજ જણાવવામાં આવી રહ્યા છે. અને એમાં કોરોનાથી સારા થવાના દાવાઓ કરવામાં આવી રહ્યા છે. એવામાં એક ઉપાય જણાવવામાં આવી રહ્યો છે કે ગાયનું ગોબર અને ગૌમૂત્રના લેપને પુરા શરીર પર લગાવવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને કોરોનાથી બચાવ થાય છે.ડોક્ટર્સે આને ખોટું ગણાવ્યું છે અને કહ્યું છે કે આનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી.

ડોક્ટર્સનું કહેવું છે કે આનાથી કોરોના વાયરસને નષ્ટ કરી શકાય નહિ, પરંતુ એનાથી ઘણી બીમારી ફેલાવવાનો ખતરો રહે છે. એક સમાચાર એજન્સીની ઈપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગાયના ગોબરથી કોરોના વાયરસ નષ્ટ થવાની કોઈ સંભાવના નથી. જણાવી દઈએ કે દેશમાં કોરોનાએ તબાહી સર્જી છે. અત્યાર સુધી ભારતમાં 22.66 મિલિયન કેસો સામે આવ્યા છે અને 2 લાખ 46 હજારથી વધુ લોકોની મોત થઇ ગઈ છે.

ગૌશાળઓમાં લોકોની ભીડ

સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયા પછી ગૌશાળાઓમાં લોકોની ભીડ લાગેલી છે. લોકો ઉમ્મીદ કરી રહ્યા હતા કે એનાથી શરીરમાં રોગ પ્રતિકારકશક્તિ વધશે અને કોરોના સંક્રમણ નહિ થાય. જણાવી દઈએ કે હિન્દૂ ધર્મમાં ગાયની પૂજા કરવામાં આવે છે. ઘરો અને ધાર્મિક સંસ્થાઓને ગાયના ગોબરથી લીપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ગૌમૂત્ર અને ગોબરમાં ઘણા ચિકિત્સક ગુણ છે.

આ અંગે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી

કોરોના

ઇન્ડિયન મેડિકલ એસોશિએશનના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો જેએ જયપાલે કહ્યું કે, કોઈ પણ એવું વૈજ્ઞાનિક પ્રમાણ નથી કે ગાયના ગોબર અથવા ગૌમૂત્રથી કોરોના વિરુદ્ધ રોગ પ્રતિકારાત્મક ક્ષમતા વધે છે. આ વાત પુરી રીતે વિશ્વાસ પર આધારીત છે. તેમણે કહ્યું કે કોવિડના ઉપચારમાં હંમેશા સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું જોઈએ. ડોકટરી સલાહ પર જ કોઈ પણ દવા લેવી જોઈએ.

દેશ અને દુનિયાભરમાં વૈજ્ઞાનિક અને ડોક્ટર વારંવાર કોવિડના ઉપચાર માટે વૈકલ્પિક ઉપચાર નહિ કરવાની ચેતવણી આપી રહ્યા છે. ડોક્ટર્સનું કહેવું છે એક સુરક્ષાની જુઠ્ઠી ભાવના સ્વાસ્થ્ય સમસ્યા અને વધુ જટિળ બનાવી શકે છે. કોરોના સંક્રમણના બચાવ અને ઈલાજ માટે જે ગાઇડલાઇન બનાવવામાં આવે છે એના અનુસાર જ દવાનું સેવન કરવું જોઈએ.

Read Also

Gujarat Government Advertisement

Related posts

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari

ICSIનો મોટો નિર્ણય, CSEET 2021 ની પરીક્ષામાંથી UG અને PG વિદ્યાર્થીઓને મળશે મુક્તિ, મળશે સીધો પ્રવેશ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!